પ્રૌઢના થેલામાંથી મળેલા પેટ્રોલની બોટલે ભાંડો ફોડ્યો: પ્રેમિકાને હત્યાના કેસમાં ફસાવવા માટે સસ્પેન્સ થ્રિલર સ્ટોરી ધડ્યાનો ધટકસ્ફોટ
શહેરની ભાગોળે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પ્રેમીને જીવતો સળગાવાની ઘટનામાંનો વળાંક આવ્યો છે. જેમાં હત્યા નહિ પરંતુ આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક પ્રૌઢના થેલામાંથી મળેલા પેટ્રોલની બોટલે તમામ ઘટનાઓ પરથી પડદાફાસ કર્યો છે. જેમાં પ્રેમિકાને હત્યાના કેસમાં ફસાવવા માટે સસ્પેન્સ થ્રીલર જેવી સ્ટોરી ધડયાનો ઘટકસ્ફોટ થયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર સ્વસ્તિક વિલામાં રહેતા અને કડિયા કામ કરતા રાજેશ રામાણીને તેની પ્રેમિકાએ ગત તા.૬ જાન્યુઆરીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલાવી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન રાજેશનું મોત નીપજતાં વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસ તપાસમાં પ્રૌઢ રાજેશભાઈ રામાણીના થેલામાંથી પેટ્રોલની બોટલ મળી આવતા તેઓએ આત્મહત્યા કરી હોવાનો ધટકસ્ફોટ થયો છે.
રાજેશભાઈ રામાણીને દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ કબૂલાત આપી હતી કે બે માસથી સાથે રહેતી દાહોદ પંથકની ગીતા નામની મહિલા ઘરમાંથી ચોરી કરીને જતી રહી હતી. બનાવના દિવસે આ મહિલાએ મને વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલાવતાં ત્યાં જતાં મેં તેને ચોરી અંગે પૂછતાં તેણે ઝઘડો કરી મારા પર પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. જોકે રાજેશનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રોઢ રાજેશભાઈ રામાણીએ કરેલા આક્ષેપ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સોનારા, રાઈટર વનરાજસિંહે તપાસ કરતાં બનાવ હત્યાનો નહીં, પરંતુ આપઘાતનો હોવાનું જાણવા મળ્યું હતું, કારણ કે મૃતકના થેલામાંથી પેટ્રોલની બોટલ મળી આવતાં સારવાર દરમિયાન પૂછપરછ કરતાં પોતે જ ૬૦ રૂપિયાનું પેટ્રોલ ખરીદી જાતે શરીર પર પેટ્રોલ છાંટી કાંડી ચાપી લીધા બાદ ગીતાએ સળગાવ્યો હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ હાથધરી હતી. બાદમાં રાજેશનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.