નોટબંધીનું એક વર્ષ પુરૂ થવાનાં પ્રસંગે 8 નવેમ્બરે ભાજપ કાળાનાણા વિરોધી દિવસ મનાવશે. તેની માહિતી બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલીએ આપી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત્ત વર્ષે 8 નવેમ્બરે જ 500-1000ની નોટ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ભાજપનું માનવું છે કે ગત્ત વર્ષે કરવામાં આવેલી નોટબંધી સફળ રહી છે. તેનાં અનુસાર ભાજપ આ મોટા આર્થિક ફેરફારની સફળતાની ઉજવણી કરશે.
જેટલીએ જણાવ્યું કે જીએસટીનાં માધ્યમથી નવુ ટ્રાન્ઝિશન ફેલ ચાલી રહ્યું છે. ત્યાર બાદ કેશ જનરેશન પોતાનામાં આકરૂ થઇ જશે. તેમણે કહ્યું કે, 8 નવેમ્બર સુધી પાર્ટી સરકારનાં આ પગલાઓનાં સમર્થનમાં જનમત તૈયાર કરશે. તેનાં માટે ભાજપનાં તમામ નેતાઓ સમગ્ર દેશમાં જશે. જેટલીએ કહ્યું કે, કેટલાક એવા રાજનીતિક દળ છે, જે પહેલા શાસનમાં હતા, તેઓ નથી ઇચ્છતા કે બ્લેક મનીની વિરુદ્ધ કાર્યવાહી હોય, તેને જપ્ત કરવામાં આવે.
જેટલીએ કહ્યું કે, કેટલાક એવા રાજનીતિક દળ છે જે પહેલા શાસનમાં હતા તે નથી ઇચ્છતા કે બ્લેક મની વિરુદ્ધ કાર્યવાહી થાય, તેને જપ્ત કરવામાં આવે. તેમણે કહ્યું કે કાળાનાણાની વિરુદ્ધ કાર્યવાહી કોઇ નાના પગલાથી શક્ય નથી. સાથે જ તેઓ એમ પણ બોલ્યા કે 8 તારીખની ચર્ચા દેશને પ્રોએક્સેસિવ કેશ ઇકોનોમી અને એન્ટી બ્લેક મની કેમ્પેઇનમાં વચ્ચે વૈચારિક દ્રષ્ટિએ વહેંચવાનું કામ કરશે. ભાજપ આ મંત્રણાને આગળ વધારશે.
સૌથી મહત્વનું છે કે આગામી 8 નવેમ્બરે નોટબંધીનાં વિરોધમાં કોંગ્રેસે કાળો દિવસ મનાવવાની તૈયારી કરી છે. ભાજપનો આ નિર્ણય કોંગ્રેસ અને વિપક્ષની તે તૈયારીનો જવાબ સમજવામાં આવી રહ્યો છે.