ચાઈનીઝ દોરી, તુકલનું ઉત્પાદન ,વેચાણ અને ઉપયોગ કરતાની માહિતી પોલીસને આપી નિર્દોષ પંખીઓનો જીવ બચાવો
સુરેન્દ્રનગર શહેરમાં ચાઇનીઝ દોરી તથા તુક્કલ ઉપર પ્રતિબંધ મુકવા બાબતે તેમજ તેનુ ચુસ્ત પણે પાલન થાય તે માટે સુરેન્દ્રનગર એસ.પી હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ નેશનલ ગ્રીન ટ્યુબિનલ દ્વારા ચાઈનીઝ માઝા અને તુકલ પર પ્રતિબંધ ફરમાવેલ છે. જેના કારણે નિર્દોષ પંખીઓ ના જીવ બચાવી શકાશે જે અંતર્ગત સીટી એ ડીવી પો.સ્ટેના પો.ઇન્સ એમ.ડી.ચૌધરી અને પો.સબ.ઇન્સ કે એ ઝણકાત બેઠક યોજવામાં આવી હતી.
જેમાં શહેરમાં પતંગ દોરીનો વેપાર કરતા તમામ વેપારીઓ અને પતંગ દોરીના વેપારીઓના એસોસીએશનના વેપારીઓને બોલાવેલી મીટીંગમાં વેપારીઓ પાસે બાહેધરી લીધેલી કે અમો ચાઇનીઝ માંઝા તથા તુક્કલનું વેચાણ નહીં કરીએ કે બીજા વેપારીઓને વેચાણ નહી કરવા દઈએ. તેવી વેપારીઓએ બાહેધરી આપેલી તેમજ તમામને ગુજરાત સરકારના આદેશ મુજબ ઉતરાણના તહેવાર નિમીતે તમામ નાગરીકો સલામત અને સુરક્ષીત રીતે ઉતરાણનો તહેવાર ઉજવી શકે તે અભિગમથી ચાઇનીઝ દોરા કે ચાઇનીઝ તુક્કલોનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખુબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે.
જેથી પક્ષીઓના હિત માટે તમામ વેપારીઓને ચાઇનીઝ માંજાના તુક્કલ નહી વેંચવા માટે અપીલ કરવામાં આવી તેમજ જો તમારી પાસે ચાઈનીઝ માંજા, તુકકલના વેચાણ અને ઉત્પાદન તેમજ ઉપયોગ કર્તા વિશે જો કોઇ માહિતી હોય તો 100 નંબર ડાયલ કરવો અને નજીકના પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લેવા સમજ આપવામાં આવી. તેમજ જાગૃતિ માટે જાહેર જગ્યાએ તેમજ વેપારીઓની દુકાનો ઉપર “નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઇનીઝ માંઝ અને તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે બાબતેનું પેમ્પેલેટ લગાડવા સુચના કરવામાં બાવેલ છે . પોલીસ દ્વારા પેમ્પલેટ છપાવીને દરેક જાહેર જગ્યાએ નાગરીકોની સલામતિ તેમજ જાગૃતિ માટે કપાવી લગાડવા માટે અપિલ કરવામાં આવેલ હતી