સૌરાષ્ટ યુનિવર્સીટી આયોજિત રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં 13 કોલેજના 28 ખેલાડીઓએ નિશાન તાક્યું: 16 ખેલાડીઓ ઇન્ટર યુનિવર્સીટી સ્પર્ધામાં ભાગ લેવા જશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ટર કોલેજ રાઇફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જુદી જુદી 13 કોલેજના 28 ખેલાડીઓએ નિશાન તાક્યું હતું. જો કે સ્પર્ધાના અંતે એચ.એન.શુક્લ કોલેજના 3 ખેલાડી અને બગસરાની ધાનકે કોલેજની વિધાર્થીનીએ મેદાન માર્યું હતું.
મળતી માહિતી મુજબ આજે સવારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રાઇફલ શૂટિંગના ક્વોટમાં સ્પર્ધા શરૂ થઇ હતી. આ સ્પર્ધાનું આયોજન યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ નિશાન તાક્યું હતું અને અંતે એર પિસ્તોલમાં શુક્લ કોલેજની વિધાર્થીની યશસ્વી પાનસુરીયા, એર પિસ્તોલ બોયઝમાં શુક્લ કોલેજના વિધાર્થી વિરાટ ધડુક જયારે એર રાઈફલ ગર્લ્સમાં બગસરાની ધાનક કોલેજની વિધાર્થીની અક્ષાસી નડિયાદ્રા અને એર રાઇફલ બોયઝમાં શુક્લ કોલેજના વિધાર્થી અવનિશ ટીલરાએ મેદાન માર્યું હતું.
આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના 16 ખેલાડીઓ આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં ભાગ લેવા જશે.