મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ: વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપ થાય અને પ્લેટફોર્મ મળી રહે તે મુખ્ય હેતુ
કિસ્ટલ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્ર્વ સાથે આયોજન બઘ્ધ પ્રયત્નથી દરેક બાળકની આતંરીક શકિતઓને ખીલવવાના પ્રયાસ સાથે કિસ્ટલ કાર્નિવલ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓ એ ભાગ લીધો હતો. આ આયોજનથી વિઘાર્થીઓને એક પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવ્યું છે. આ યોજનામાં આચાર્ય ટ્રસ્ટી અને શિક્ષકોની વિઘાર્થીને પુરતો સ્પોર્ટ રહ્યો છે. કાર્યક્રમ માટે વિઘાર્થી અને શિક્ષકોએ અગાઉથી જ મહેનત શરુ કરી દીધી હતી. કાર્યક્રમમાં અલગ અલગ સમય દરમિયાન પાંચ શો યોજાયા હતા.
કાર્યક્રમમાં નાટકો, ગીતો, ડાન્સ વગેરે જેવી કૃતિઓ બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં વિઘાર્થીએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો અહિ કાર્યક્રમ માણ્યા પધારર્યા હતા. બાળકોએ રજુ કરેલ તમામ કૃતિઓ કાંઇને કંઇ પ્રેરણા દાયી સંદેશ આપતી હતી.
આયોજનનો મુખ્ય હેતુ વિઘાર્થીઓમાં રહેલી આવડતને બહાર લાવી તેને આગળ ધપાવવાની છે. આવા જ કાર્યક્રમથી બાળકોને એક મોકો મળે છે. તેમને સ્પોર્ટ મળે છે.
આયોજનથી અમને એક પ્લેટફોર્મ મળ્યું: ખાલીદ ખલીફા (વિઘાર્થી)
કિસ્ટલ સ્કુલના વિઘાર્થી ખાલીદ ખલીફાએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા માટે એક ઉત્સવનો દિવસ છે. આયોજનમાં અમારા ચેરમેને ટ્રસ્ટી અને શિક્ષકોનો અમને ખુબ જ સ્પોર્ટ મળ્યો છે. અમને તમામને એક પ્લેટફોર્મ મળ્યું છે. આ પ્લેટફોર્મ પર અમે અમારું ટેલેન્ટ રજુ કર્યુ છે. અમને આજના દિવસ પર ખુબ જ ગર્વ થાય છે. અમને અલગ અલગ થીમથી અમારી સ્કીલ ડેવલ કરવાનો એક મોકો મળ્યો છે. અમે શાળાનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.
15 દિવસથી વિઘાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા હતા મહેનત: સેજલ ગાંધી (શિક્ષક)
કિસ્ટલ સ્કુલના શિક્ષક સેજલ ગાંધીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 1પ દિવસથી વિઘાર્થીઓ અને શિક્ષકો મહેનત કરી રહ્યા હતા. જેમાં આજે સફળતા મળી છે. અમારી થીમ એક એવી છે કે જે બાળક 1પ દિવસથી મહેનત કરી છે. તો તેને એ વસ્તુ મળવી જ જોઇએ એ વસ્તુ લાઇફમાં પણ તે ફોલો કરી શકવો જોઇએ તે પ્રકારની છે. આજના આયોજન નો મુખ્ય હેતુ એ જ છે. વિઘાર્થીની સ્કીલ ડેવલોપ થાય બાળકોએ અલગ અલગ કૃતિઓ રજુ કરી છે તે બધાથી તેને કંઇકને કંઇક સંદેશ મળે છે જેનાથી તે આગળ વધી શકે.