નિકાવા ગામે બાઈકને આખલાએ હડફેટે લેતા યુવાનનું મોત
કાલાવડ તાલુકાના નીકાવા ગામ ની જ્યાં રસ્તે જઈ રહેલ બાઈક ચાલક ને આખલાએ અડફટે લેતાં આ યુવકનું મોત નિપજ્યું છે.
કાલાવડ ના નિકાવા નજીક 35 વર્ષીય પર પ્રાંતીય મજૂર જયંતિ રુમાલભાઈ પોતાના શેઠ નું બાઈક લઇ ને કાલાવડના નીકાવાં ગામ નજીકથી પસાર થઈ રહયો હતો ત્યારે અચાનક મોત બનીને આવેલ આખલાએ જયંતિ ને અડફટે લઈ ઉલાળી દેતા ગંભીર રીતે ઇજગ્રસ્ત આ મજૂરને કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં શોક છે.
આમ સરકાર ભલે રસ્તે રખડતા પશુઓના નિરાકરણ અંગેની ગુલબાંગો ફૂંકે પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓમાં થી સરકાર નક્કર બોધપાઠ લઈને ક્યારે યોગ્ય કાર્યવાહી કરશે તે જોવાનું છે.અને રસ્તે રખડતા અને રજળતા પશુઓ પ્રત્યે ની રંજાડ થી લોકો માં તંત્ર વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે.