કુલ 23484 બેઠક પૈકી હાલ માત્ર 7446 વિઘાર્થીએ પ્રવેશ લીધો: હજુ અનેક નવી કોલેજોની મંજુરી પણ બાકી

નસિંગ – ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડીકલના જુદા જુદા 10 કોસમાં પ્રવેશનો પહેલો રાઉન્ડના અંતે હાલમાં કુલ 23484 બેઠક પૈકી અંદાજે 16 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. મહત્વની વાત એ છે કે, 17677 વિઘાર્થીએ જ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે. આમ, ખાલી પડેલી અંદાજે 16 હજાર બેઠક માટે આગામી ર0 જાન્યુઆરીથી બીજો રાઉન્ડ શરુ કરવામાં આવશે.

ફિઝિયોથેરાપી – નસિંગ સહિતના 10 કોર્સનલ 23484 બેઠક માટે અંદાજે 40 હજારથી વધુ વિઘાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પહેલા રાઉન્ડમાં વિઘાર્થીને ચોઇસ ફિલિંગ માટે સુચના આપ્યા બાદ 17677 વિઘાર્થીઓને ચોઇસ આપવામાં આવી હતી. આમ, કુલ બેઠકની પ્રક્રિયાના પહેલા તબકકામાં જ 5807 બેઠક  ખાલી પડી રહી હતી. સમિતિ દ્વારા જે 17677 વિઘાર્થીઓ ચોઇસ આપી તેમને કોલેજની ફાળવણી કર્યા બાદ ફ્રી ભરવા માટે 7મી જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી હતી. આ મુદ  પુરી થઇ ચુકી છે. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 17677માંથી માત્ર 7447 વિઘાર્થીએ જ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે. એટલે કે પ્રવેશ ફાળવ્યો હતો.

આમ, હાલના તબકકે નસિંગ- ફિઝિયોથેરાપી સહિતના 10 કોર્સની અંદાજે 16 હજાર બેઠક ખાલી પડી છે. હાલની સ્થિતિમાં કુલ બેઠક પૈકી માત્ર 43 ટકા બેઠક જ ભરાઇ છે. પ્રવેશની આટલી વિચિત્ર સ્થિતિ હોવા છતાં હજુ નસિંગની અનેક કોલેજોની મંજુરી બાકી છે. ગત વર્ષે કુલ 26415 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે પહેલા રાઉન્ડમાં 23484 બેઠકને સામેલ કરવામાં આવી છે. આમ, ગત વર્ષની સરખામણીમાં 3 હજાર બેઠક ઓછી છે કે જેને આગામી દિવસોમાં મંજુરી મળવાની શકયતા છે. આ સિવાય પણ અનેક નવી કોલેજોને મંજુરી આપવામાં આવે તો અંદાજે 4 હજાર બેઠકનો વધારો થાય તેમ છે. આમ, 16 હજાર ખાલી બેઠક અને વધુ ચાર હજાર બેઠક આવે તો કુલ 20 હજાર બેઠક માટે બીજો રાઉન્ડ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.