શિયાળામાં હ્રદયરોગના હુમલાના કેસ વઘ્યા: રોજ સરેરાશ 168 લોકોને આવે છે એટેક

કાતિલ ઠંડીના કારણે ગુજરાતમાં પણ હ્રદય રોગના હુમલાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 14 દિવસ 2346 લોકોને હાર્ટ એટેક આવ્યા છે. 14 દર્દીઓના મોત નિપજયા છે. દૈનક સરેરાશ168  લોકોને એટેક આવે છે. 14 દિવસમાં 14 વ્યકિતઓના મોત નિપજયા છે. ઠંડીમાં લોહિ જામી જવાના કારણે, કોલેસ્ટોલ અને બીપીમાં વધ-ઘટ થવાના કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આજે રાજયભરમાં ઠંડીના જોરમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આગામી ત્રણથી ચાર દિવસ ઠંડીમાં થોડી રાહત રહેશે ત્યારબાદ નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે.

આ અંગે પ્રાપ્ત  થતી વધુ વિગત રાજયમાં કાતીલ ઠંડીના કારણે છેલ્લા 14 દિવસમાં હાર્ટ એટેકના 2346 કેસ નોંધાયા છે. જે પૈકી આઠ દર્દીઓના સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજયા છે. જયારે છ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રોજ સરેરાશ 168 લોકોને એટેક આવી રહ્યા છે. ઠંડીમાં લોહી જામી જવાના કારણે અને બ્લડ પ્રેસર તથા કોલેસ્ટ્રોલનો વધ-ઘટ થવાના કારણે હદય રોગના હુમલાના કેસમાોં વધારો થયો છે.

આજે કચ્છનું નલીયા 12.4 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તમામ શહેરોમાં તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયા હતા. અમદાવાદનું તાપમાન 15.3 ડિગ્રી, અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.2 ડિગ્રી, ભુજનું તાપમાન 15.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 15.3 ડિગ્રી, દિવનું તાપમાન 18.6 ડિગ્રી, કંડલાનું તાપમાન 12.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 16.9 ડિગ્રી, અને જુનાગઢનું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે. રવિવારની સરખામણીએ આજે ઠંડીનું જોર વઘ્યું હતું. આગામી  બે થી ત્રણ દિવસ હજી ઠંડીમાં રાહત રહેશે ત્યારબાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.