બે માસ સુધી પતિ-પત્નીની જેમ સાથે રહ્યા બાદ સોનાના ઘરેણાના પ્રશ્ને બોલાચાલી થતા પેટ્રોલ છાંટી આગ ચાંપી: પટેલ પ્રૌઢ ગંભીર

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પ્રેમિકાએ રાજકોટના પરણિત પ્રેમીને જીવતો સળગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે માસ સુધી પતિ-પત્નીની જેમ સાથે રહ્યા બાદ દાહોદની મહિલા સોનાના ઘરેણાં અને રોકડા લઈ ભાઈ ગઇ હતી. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા પ્રેમિકાએ પટેલ પ્રૌઢ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. જેથી રાજકોટના પ્રૌઢને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે એક પ્રૌઢ ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવતા 108માં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં દાઝેલા પ્રૌઢે પોતાનું નામ રાજેશભાઈ પરસોતમભાઈ રામાણી (ઉ.વ.45) હોવાનુ અને પોતે રાજકોટમાં મોરબી રોડ પર સ્વસ્તિક વીલા સોસાયટીમાં રહેતા હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

આ અંગે ઘટનાની જન થતા પોલીસ કાફલો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. જેમાં ઇજાગ્રસ્ત રાજેશભાઈ રામાણીએ પોલીસને જણાવ્યું હતું કે ભૂતકાળમાં તેની પત્નીનું મોત નિપજ્યા બાદ તેની સાથે કડિયા કામ કરતી દાહોદની ગીતા સાથે તેમની આંખ મળી હતી. ત્યાર બાદ બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા.

પરંતુ વે માસ સાથે રહ્યા બાદ ગીતા ઘરમાંથી રોકડ પૈસા અને સોના ચાંદીના ઘરેણા લઈને ભાગી ગઈ હતી. ત્યાર બાદ ગઇ કાલે ફરી એકવાર ગીતાએ પટેલ પ્રૌઢ રાજેશભાઈનો સંપર્ક કર્યો હતો અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે મળવા બોલાવ્યો હતો.

જ્યાં રાજેશભાઈ રામાણી પહોંચી જતા અગાઉ પૈસા અને ઘરેણાં લઈને ગીતા ભાગી ગઈ હોય જે બાબતે બોલાચાલી થતા પ્રેમિકા ગીતાએ બોટલમાંથી પેટ્રોલ રાજેશભાઈ પર છાંટી આગ ચાંપી દીધી હોવાનું પટેલ પ્રૌઢે જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે જ્યારે તબીબી સારવારમાં રાજેશભાઈ રામાણીની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.