જામનગરના સામાજીક આગેવાને રેલમંત્રીને પત્ર પાઠવતા ખળભળાટ
રેલવેની બાબુશાહીથી લેવાતા અણધાર્યા નિર્ણયોથી પ્રજાને વ્યાપક હાલાકી થતી હોવાની રાવ છે કે રેલ મંત્રી સુધી પહોચતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જામનગર રિજયન પેસેન્જર એસો. સાથે સંકળાયેલ તેમજ પ્રજા ના પ્રશ્નો ને વાચા આપતાં જામનગર ના સિનિયર ચંદ્રવદન પંડ્યા દ્વારા રેલ્વે મંત્રીને પત્ર લખી ને વારંવાર રેલ લાઈન નાખવા ની કામગીરી તેમજ રેલ્વે દ્વારા લેવાતા ખોટા નિર્ણયો ને કારણે મુસાફરો ને પડતી હાલાકી અંગે સચોટ તેમજ વિચાર કરતો પત્ર લખેલ જેમાં સુરેન્દ્રનગર – રાજકોટ વચ્ચે બીજી રેલ લાઈન નાખવાનું કામ વર્ષોથી ચાલે છે તે કામગીરી દરમ્યાન ટેકનીકલ કામગીરી માટે અવારનવાર અનેક રેલગાડીઓની અવર જવર માં વિક્ષેપ થાય છે પરિણામે અનેક દૈનિક રેલ સુવિધા અમુક વિસ્તાર માટે રદ કરી દેવામાં આવે છે. પરિણામે મુસાફરો માટે અણધારી તકલીફો આવે છે.
ઓખા દ્વારિકા વિસ્તાર તથા જામનગર સુરેન્દ્રનગર વિસ્તાર મુખ્ય ભોગ બને છે. ઓખા – ભાવનગર દૈનિક ઓખા સુરેન્દ્રનગર વચ્ચે રદ કરી દેવાય છે. જામનગર – સુરેન્દ્રનગર વચ્ચે દૈનિક અને મહત્વની ગાડીઓ રદ કરી દેવાય છે. ગ્રાહકો ની લાચાર સ્થિતિ નો લાભ લેવાય છે. ભારત માં રેલવે ને 170 વર્ષ થયા અને સૌરાષ્ટ્ર માં 125 થી વધારે પણ રેલ મેનેજમેન્ટ તેના અનુભવોને આધારે મુસાફરોને ઓછામાં ઓછી પરેશાની થાય અને રેલવે ને નાણાકીય નુકશાની ઓછી થાય તે દિશામાં વિચારતું નથી, કારણ બધા નિર્ણયો સ્થાનિક કક્ષાએ લેવાને બદલે મુંબઈ, દિલ્હીથી લેવાતા હોવાની ફરીયાદ કરાઇ
સૌરાષ્ટ્ર ની અમુક વધારે મીટર ગેજ રેલ લાઈનો બ્રોડગેજમાં રૂપાંતર થયા છે જેમાં સાબરમતી ધોળકા ધંધુકા બોટાદ અને ઢસા જેતલસર. ઢોસા – જેતલસર રેલ લાઈન 01-11-22 ના રોજ ગાડીઓ ની અવરજવર માટે ખુલ્લી મુકાઈ છે જ્યારે સાબરમતી ધોળકા બોટાદ તેની અગાઉ કેટલાક માસ પૂર્વે મુકાઈ છે. દોહરીકરણ ના કામ માટે વેરાવળ – અમદાવાદ દૈનિક પણ ભોગ બની છે. મીટર ગેજ સમયમાં આ ગાડી સોમનાથ મેઈલ તરીકે નામાંકિત હતી અને તેનો રેલ રુટ વેરાવળ જૂનાગઢ જેતલસર ઢસા બોટાદ ધોળકા સાબરમતી હતો. ઢોસા જેતલસર ગેજ રુપાંતર કામ પૂરું થવાને થોડો સમય બાકી હતો ત્યારે રેલમંત્રી શ્રી સમક્ષ માગણી મૂકી હતી કે ગેજ રુપાંતર બાદ ઓખા ભાવનગર ઓખા ને ફરીથી જૂના ગોંડલ જેતલસર ઢસા માર્ગે દોડાવજો જેથી દાયકાઓ થી આ રેલસુવિધાથી વંચિત રહેલા એ વિસ્તારના લોકોને ફરીથી જૂની રેલ સુવિધા પરત સાંપડે અને હાલ સુરેન્દ્રનગર માર્ગે દોડે છે ત્યાં પૂર્વવત ચાલુ રાખી જેતલસર ઢસા રેલરુટ પર દિવસના સમયે દોડાવાય જેથી કોઈ વિસ્તાર ની સુવિધા ઝુટવાય નહીં અને અન્યાય, ભેદભાવ ની લાગણી થાય નહીં.
રેલ મેનેજમેન્ટ પાસેથી આ ટેકનીકલ કામગીરી કારણે અનેક ગાડીઓ રદ કરી મુસાફરો ને યાતના આપી તેને બદલે ઓખા ભાવનગર દૈનિક ચાલુ રાખી ગોંડલ, જેતલસર ઢસા માર્ગે દોડાવાઈ હોત તો રેલવે પણ નાણાકીય કમાણી ન ગુમાવત. આવી જ રીતે વેરાવળ અમદાવાદ તેના જૂના માર્ગે જૂનાગઢ જેતલસર ઢસા બોટાદ ધોળકા સાબરમતી માર્ગે દોડાવી હોત તો મુસાફરોને તકલીફ ન થાત અને રેલવે વિકલ્પો હોવા છતાં નાણાકીય આવક ન ગુમાવત.