અદાણી ગ્રુપની અદાણી સોલારની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. 36મા નેશનલ ક્ધવેન્શન ઓન ક્વોલિટી ક્ધસેપ્ટ્સ તરફથી કંપનીને 6 એક્સેલન્સ અને 1 વિશિષ્ટ એવોર્ડ એનાયત કરાયા છે. ઔરંગાબાદ ખાતે આયોજીત ક્વાલિટી ક્ધસેપ્ટ્સના રાષ્ટ્રીય સંમેલનમાં આ વિશષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે.એન.સ.કયુ.સી. રાષ્ટ્રીયસ્તરે ગુણવત્તા મુલ્યાંકનના આધારે એવોર્ડ એનાયત કરે છે. દેશભરના કુલ 2031 સ્પર્ધકોમાંથી અદાણી સોલારે ડંકો વગાડ્યો છે.
ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા ( દ્વારા આયોજીત કાર્યક્રમમાં અદાણી સોલારની ટીમોને કેસ સ્ટડી પ્રેઝન્ટેશન બાદ દ્વિતીય સર્વોચ્ચ તેમજ ત્યારબાદનો વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેમાં સેલ ઉત્પાદન, મોડ્યુલ ગુણવત્તા, મોડ્યુલ ઉત્પાદન જેવા જટીલ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બતાવ્યું છે. એન.સ.કયુ.સી. એ રાષ્ટ્રીય સ્તરની એક સ્પર્ધા છે જેમાં વિવિધ સંસ્થાની ગુણવત્તા વર્તુળ, 5S અને સિક્સ સિગ્મા ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરે છે, જેમાં સર્વશ્રેષ્ઠને એવોર્ડથી નવાજવામાં આવે છે.
ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા ગુણવત્તા અમલીકરણ અને કૌશલ્ય વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેમાં 5S, Kaizen, QC, LQC, LSC, WCM, સિક્સ સિગ્મા વગેરેથી શરૂ થતા સંકલિત ગુણવત્તાના અભિગમો ટીમને આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ સાથે સમસ્યા હલ કરવાની કુશળતા ખીલવે છે.
અદાણી સોલર એ ભારતની પ્રથમ અને સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર કંપની છે જે ફોટોવોલ્ટેઇક્સ મેન્યુફેક્ચરિંગના સ્પેક્ટ્રમમાં સેવા-ઉત્પાદનો પ્રદાન કરે છે. તે વૈશ્વિક બેન્ચમાર્ક્સ મુજબ કામગીરીના સ્કેલ અને વિશ્વસનીયતાના ધોરણોને અનુસરતી વૈવિધ્યસભર સંસ્થા છે. અદાણી સોલાર મુન્દ્રામાં 10 જી.ડબલ્યુ. સોલાર પીવી ઉત્પાદનની વિશ્વની પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક ઇકો-સિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે.