દિલ્હીમાં વર્ષના પ્રથમ દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ગુરુવારે સાંજે અફઘાનિસ્તાનમાં આવેલ આંચકાનું કંપન દિલ્હી-એનસીઆરમાં પણ અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. ગુરુવારે સાંજે 7.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં એક સપ્તાહમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા વર્ષના પ્રથમ દિવસે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા. દિલ્હીની સાથે નોઈડા, ગુરુગ્રામ, ફરિદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર તેમજ દેશના અન્ય કેટલાંક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે દિલ્હી એનસીઆરના લોકો થોડી ક્ષણો માટે ગભરાઈ ગયા.
ક્રોસિંગ રિપબ્લિકમાં રહેતી અર્ચનાએ જણાવ્યું કે તેણે આ જોરદાર આંચકા બે વાર અનુભવ્યા. તેણે કહ્યું કે દરવાજા અચાનક ધ્રૂજવા લાગ્યા જાણે ત્યાં કોઈ ભૂત હોય. જો કે, ભૂકંપના આંચકાની આ અસર થોડીક સેકન્ડો માટે જ રહી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું. ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે તેમાં ક્યાંયનુકસાનના સમાચાર નથી.