હવે ચઢાવો પતંગ દૂર સુધી,બજાર માં આવી ગઈ છે “ઇલેક્ટ્રિક ફીરકી”

વર્ષ નો પહેલો મોટો તહેવાર એટલે મકરસંક્રાંતિ.લોકો મકરસંક્રાંતિને ધામધૂમથી ઉજવવા સજ્જ થઈ ચૂક્યા છે.લોકોમાં આ મકરસંક્રાંતિ ને લઈ ખૂબ જ ઉત્સાહ છે.બજારમાં પણ ખરીદદારી ધીમે ધીમે વધી રહી છે.મકરસંક્રાંતિ પર બધું સરસ હોય પણ સારો માંજો ન હોય તો?ઉત્તરાયણની મજા બગડી જાય છે.ત્યારે આ વખતે માર્કેટ માં પણ ખૂબ સારા માંજા સાથે અવનવી બ્રાન્ડસ આવી ચૂકી છે.

આ વખતે શિવમ,સ્કાય ફાઇટર,સાઈ,ગલાઈડર વગેરે બ્રાન્ડના માંજા બજારમાં જોવા મળે છે. આ વખતે મોંઘવારીની અસર પણ થોડા પ્રમાણમાં જોવા મળી રહી છે.આશરે 25 થી 30 ટકા જેટલો વધારો આવ્યો છે.ચીનમાં ફરીથી માથું ઉચકેલા કોરોનાની માર્કેટ પર કેવી અસર હશે તેના પર વેપારીઓ દ્વારા જાણવા મળ્યું કે રંગીલા રાજકોટ વાસીઓ ખાણી-પીણી સાથોસાથ તહેવારોના પણ ખૂબ શોખીન છે જેથી આ વખતે તહેવાર પર કોઈ અસર થાય એવું લાગી રહ્યું નથી જે પ્રકારે વર્ષો પહેલા લોકોમાં જે ઉત્સાહ હતો તેમાં ઘટાડો તો ચોક્કસ પણે આવ્યો છે.

વર્ષો પહેલા લોકો બે-ત્રણ મહિના અગાઉથી કાચ,રંગ,રીલ લઈ પોતે જ માંજો બનાવવા માંડતા,પરંતુ હાલના સમયમાં મોબાઈલ આવવાથી અને ઝડપી જીવનના કારણે આ તહેવાર ફક્ત બે થી ત્રણ દિવસનો રહી ગયો છે. મોબાઈલના કારણે લોકોમાં હવે આ તહેવારનો પહેલાં જેવો ઉત્સાહ રહ્યો નથી લોકો જાતે દોરી આવવાની જગ્યાએ તૈયાર માનજો લેવાનું વધારે પસંદ કરે છે.

uttarayan makarsankranti 1

આ વખતે બજારમાં એક ઈલેક્ટ્રીક ફીરકી આવી છે,જેમાં સેલ નાખવાના હોય છે અને ફીરકી ના બંને હાથા પાસે એક બટન હોય છે જે બંને બટન દબાવવાથી ફિરકી આપોઆપ ફરવાનું ચાલુ કરી દે છે જેથી દોરો વીંટાવાનું ચાલુ થઇ છે,જેથી દૂર સુધી ગયેલી પતંગ જ્યારે કપાઈ જાય ત્યારે જે માંજો વીટવામાં મહેનત કરવી પડે છે તે મહેનત આની મદદથી કરવી પડતી નથી.આ ફીરકી ની કિંમત આશરે 700 રૂપિયા છે.કોરોના કાળને કારણે ગયા વર્ષે વેપારમાં ઘણો ઓછો થયો હતો જેના કારણે આ વખતે વેપારીઓ દ્વારા નવી ખરીદી ખૂબ ઓછી કરવામાં આવી છે.

માંજા માટે તાર શબ્દ વપરાય છે,બજારમાં 6 તાર,9 તાર,12 તાર અને 16 તારની દોરીઓ ઉપલબ્ધ છે.6 તારની દોરી ખેંચ માટે સારી હોય છે,9 તાર ખેંચ અને ઢીલ બંને માટે હોય છે તેમજ 12 તારની દોરી અને 16 તારની દોરી ઢીલ માટે સારી હોય છે.તાર શબ્દ એ દોરીની જાડાઈ નક્કી કરે છે.સુરતી દોરા ચરખામાં તૈયાર થતા હોય છે અને બરેલી દોરા હાથેથી તૈયાર થતા હોય છે અને બંનેમાં પોતપોતાની ખાસિયતો હોય છે.ચાઈનીઝ દોરી નાયલોન પર રસાયણો ચઢાવી બનતી હોય છે જેનથી પક્ષીઓને તેમજ માનવીઓને પણ નુકસાન થાય છે,જ્યારે આપણી દોરી શુદ્ધ કોટન પર કાચ અને રંગ ચઢાવી બનાવવામાં આવે છે.

હાલ લોકોમાં તૈયાર દોરી લેવાનું વધુ પસંદ કરે છે : જયેશ વધ્યા

અબતક સાથેની ખાસ વાતચીતમાં અંબિકા સિઝન સ્ટોરના જયેશ વધ્યા જણાવે છે કે,કોરોનાને લીધે તહેવાર પર કોઈ અસર થઈ શકશે નહીં. હાલના સમયમાં લોકો તૈયાર માંજો લેવાનું વધારે પસંદ કરે છે.હાલ આશરે 25 ટકા લોકો જ પોતે માંજો પાવવાનું પસંદ કરે છે.માંજા માટે તાર શબ્દ વપરાય છે,બજારમાં 6 તાર,9 તાર,12 તાર અને 16 તારની દોરીઓ ઉપલબ્ધ છે.6 તારની દોરી ખેંચ માટે સારી હોય છે,9 તાર ખેંચ અને ઢીલ બંને માટે હોય છે તેમજ 12 તારની દોરી અને 16 તારની દોરી ઢીલ માટે સારી હોય છે.

તાર શબ્દ એ દોરીની જાડાઈ નક્કી કરે છે.સુરતી દોરા ચરખામાં તૈયાર થતા હોય છે અને બરેલી દોરા હાથેથી તૈયાર થતા હોય છે અને બંનેમાં પોતપોતાની ખાસિયતો હોય છે.ચાઈનીઝ દોરી નાયલોન પર રસાયણો ચઢાવી બનતી હોય છે જેનથી પક્ષીઓને તેમજ માનવીઓને પણ નુકસાન થાય છે,જ્યારે આપણી દોરી શુદ્ધ કોટન પર કાચ અને રંગ ચઢાવી બનાવવામાં આવે છે.

આ વખતે બજારમાં એક નવી ઈલેક્ટ્રીક ચરખી બજારમાં આવી છે: રાજુભાઈ જસાણી

અબતક સાથે થયેલી વાતચીતમાં રાજધાની સીઝન સ્ટોરના રાજુભાઈ જસાણી જણાવે છે કે આ વખતે નો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. બજારમાં ગયા વર્ષની માલ હજુ પણ પડ્યો છે જેથી વેપારીઓએ ખરીદી ઓછી કરી છે આ વખતે બજારમાં એક નવી ઈલેક્ટ્રીક ચરખી બજારમાં આવી છે જેમાં પોતે જ દોરી લપેટાઈ જાય છે જાતે દોરી વીટવી પડતી નથી જેની કિંમત ₹700 સુધીની છે પહેલાના માહોલ કંઈક અલગ હતો પહેલા લોકો દિવાળી પછી તરત જ મકરસંક્રાંતિ માટેની તૈયારીઓ કરવા માંડતા હતા. પોતાની રીતે દોરી આવવાનું કામ શરૂ કરી દેતા હતા પરંતુ હવે સમયના અભાવે લોકો તૈયાર દોરી લેવાનું પસંદ કરે છે.

આ વખતે તમામ વસ્તુઓમાં આશરે 30 ટકા જેટલો વધારો : ચેતનભાઈ કારિયા

વેરાઈટી સ્ટોરના ચેતનભાઇ કારિયાએ અબતક ને જણાવ્યું હતું કે, આ વખતે નો મકરસંક્રાંતિ નો તહેવાર રંગીલા રાજકોટની ઉત્સાહી અને ઉત્સવ પ્રેમી જનતા ખૂબ ધામધૂમથી ઉજવે એવો માહોલ લાગી રહ્યો છે આ વખતે તમામ વસ્તુઓમાં આશરે 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે કાચી દોરીની રીલ તથા ખંભાતથી બનતા પતંગો બધા જ માં આ વખતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

સમયના અભાવે મકરસંક્રાંતિને લોકો ફક્ત બે થી ત્રણ દિવસનો જ તહેવાર સમજે છે : મિથુનભાઈ દોરીવાલા

મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મિથુનભાઈ દોરીવાલા જણાવે છે કે હું આ દોરી ભાવનું કામ છેલ્લા 34 વર્ષથી કરું છું આ કામમાં થોડું જોખમ પણ રહેલું છે કારણ કે હર હંમેશ કાચ સાથે કામ કરવાનું રહે છે પહેલા લોકોમાં મકરસંક્રાંતિ પ્રત્યે ખૂબ ઉત્સાહ હતો પહેલા જાતે જ લોકો દોરી પાવાનું કામ કરતા પરંતુ આજના ઝડપી જમાનામાં સમયના અભાવે લોકો તૈયાર દોરી લેવાનું પસંદ કરી રહ્યા છે હવે લોકો તહેવારને ફક્ત બે થી ત્રણ દિવસ જેટલો જ જુએ છે પહેલાના સમયમાં લોકો અમારી પાસે દિવાળી સમયથી દોરી ભાવવા આવતા હતા છતાં પણ હજુ અમારા જુના ગ્રાહકો જેમને અમારા પર વિશ્વાસ છે તે હજુ પણ અમારી પાસે દોરી લેવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.