અત્યારે મોબાઈલથી બે દૂષણો સમાજમાં ઘૂસી ગયાં છે તેમાંનું એક છે પોર્નોગ્રાફી અને બીજું છે ઓનલાઇન ગેમિંગ. ભારતમાં ઓનલાઇન ગેમિંગ માર્કેટ અઢી અબજ ડોલરનું છે. તેનો ક્રેઝ જોતા તે ૨૦૨૬ સુધીમાં સાત અબજ ડોલર પર પહોંચશે. નવરાશના પળોમાં કોઈ જુવાનિયો મોબાઇલમાં માથું નાખીને બેઠો હોય તો ઘણી મોટી શક્યતા છે ઓનલાઇન ગેમમાં પૈસા ઊછળવા લાગ્યા છે ત્યારે તેના પર ઓનલાઇન જુગારનું લેબલ પણ વાગી ગયું છે.

સરકાર ઓનલાઇન ગેમિંગ પર નિયંત્રણ રાખવા અને તેનું નિયમન કરવા ચોક્કસ નીતિ ઘડી રહી છે, જેમાં કેવાયસી સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. ઓનલાઇન ગેમિંગના વધતા ક્રેઝ પાછળનાં કારણોની પણ સરકારે તપાસ કરી હતી. એક-બે અઠવાડીયામાં ઓનલાઇન ગેમિંગ બાબતે નવી પોલીસી જાહેર થઇ રહી છે.

ઓનલાઇન ગેમ્બલિંગ પ્લેટફોર્મ પર લાખો લોકો ચાન્સ માટે ઝૂકાવતા હોય છે. એક અંદાજ પ્રમાણે ૩૫૦ મિલિયન જેટલા લોકો ગેમિંગ પ્લેટફોર્મ પર છે તે પૈકી ૧૮ ટકા જેટલા તો પાંચથી ચૌદ વર્ષના છે. નાના છોેકરાઓના પૈસા તેમના પેરન્ટ્સ ભરતા હોય છે. નાના છોેકરાઓને ઓનલાઇન ગેમ્સના રવાડે ક્યારેક તેમના પેરેન્ટ્સ જ ચઢાવતા હોય છે. પોતાને શાંતિથી બેસવા દે એટલા માટે તેને મોબાઇલ પર ગેમ ચાલુ કરી આપે છે. છોકરાઓનો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો હોય છે, જેના કારણે તેઓ ગેમના રવાડે નાની ઉંમરથી જ ચઢી જાય છે અને પછી ગેમ રમવા હઠ કરવા લાગે છે. આ હઠ પછી વ્યસનમાં પરિણમે છે.

ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશના જણાવ્યા અનુસાર ગેમિંગ માર્કેટનો ગ્રોથ ૨૭ ટકા જેટલો થવા જઇ રહ્યો છે. કાર્ડ, કેસિનો, ફેન્ટસી સ્પોર્ટ વગેરેનું યુવા વર્ગમાં વ્યસન થવા લાદ્યું ત્યારે સરકાર ચેતી ગઇ અને તેના પર વોચ રાખવાનો નિર્ણય લેવાયો. સરકાર ઉંમર વેરીફાઇ કરવાનું નક્કી કરે છે, પરંતુ ઇન્ટરનેટ પર જુઠ્ઠાણુ ચલાવનારાઓ મોટા પાયે છે. સરકારે કેવાયસી પર ભરોસો મુક્યો છે. પૈસાથી રમાતી ગેમ અને સ્કિલ ગેમ બંને પર સરકારના નવા નિયમો લાગુ પડશે એમ મનાય છે.

સ્કિલ ગેમ્સ પર તમિળનાડુુ સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે ગેમિંગ કંપનીઓ તેને ગેરબંધારણીય ગણાવીને મામલો કોર્ટમાં ખેંચી ગયા હતા. વિદેશની ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશનો સામે પણ કડક પગલાં લેવા જોઇએ, કેમ કે આમાંની ઘણી એપ્લિકેશનો ગેમ રમાનારાઓને છેતરે છે.

સૌથી વધુ ગેમ રમતા માર્કેટમાં ભારત વિશ્વમાં પાંચમા નંબરે આવે છે. કોરોના કાળની મંદીમાં પણ ગેમિંગ સેક્ટર આવક કરતું હતું. ૨૦૨૫ સુધીમાં આ ક્ષેત્ર વર્ષે પાંચ અબજ કમાતું થઇ જશે.  સ્કિલ્ડ ગેમ અને પૈસાથી રમાતી ગેમ વચ્ચે બહુ લાંબો ફર્ક નથી. ઓનલાઇન ગેમ રમાડીને લોકોને પૈસા કમાવવા લલચાવતા લોકો સામે સરકારે બહુ લાંબા સમય પછી પગલાં લેવાનું વિચાર્યું છે. કેટલીક ગેમ નોલેજ વધારનારી હોય છે, પરંતુ લોકોને નોલેજની સાથે સેન્સેશન પણ જોઇતું હોય છે. જેને ગેમ ઓફ ચાન્સ કહે છે તેને ઓનલાઇન જુગાર સાથે સરખાવાય છે.

મોટા ભાગની ગેમ નોલેજ અને ક્રિયેટિવિટી વધારવાના નામે લોકો સુધી પહોંચે છે પછી તે પૈસૈની લત પર ચઢી જાય છે.

ભારતમાં ૯૦૦ જેટલી ગેમિંગ કંપનીઓ છે, જે લોકોને પોતાની તરફ ખેંચવા અને સબસ્ક્રિપ્શન વધારવા વિવિધ પ્રલોભનો આપતી હોય છે. દેખીતી રીતે જ જેની પાસે વધુ ગ્રાહકો હોય તેને જાહેરાતો પણ વધુ મળે છે. નવા નિયમો હેઠળ ઓનલાઇન ગેમ રમનારાને ગેમના ત્રણેક તબક્કા પછી સૂચના આપવામાં આવશેે કે ઓનલાઇન ગેમ વ્યસન છે માટે તેનાથી દુર રહો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.