વ્યાંજકવાદીઓ સામે કડક કાર્યવાહીના ગૃહ વિભાગના આદેશના પગલે ગુનો નોંધાયો

વેપારી પાસે રૂ.૩ લાખના રૂ.૪.૨૭ લાખ ચૂકવી દીધા છતા વધુ વ્યાજ પડવવા પઠાણી ઉઘરાણી કરી

વ્યાંજકવાદીઓ પર તુટી પડવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે.જેના પગલે ઠેર ઠેર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં બાપુનગરમાં રહેતા અને ઈમીટેશનનો વેપાર કરતા વેપારીને વ્યાજખોરે વધુ વ્યાજની ઉઘરાણી કરવા માટે તેના ઘરે જઈ  જાનથી મારી નાખવાની ધમકી આપી અને કોરા ચેક પર સહી કરાવી ચેક પડાવી લીધી ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ ઈમીટેશનનો વેપાર કરતા નીલેશભાઈ લાલજીભાઈ શેખે એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તે ૨૦૧૬થી ૧૯ સુધી ૮૦ ફૂટ મેઈન રોડ પર રામાણી ડેલામાં ઓમ એન્ટરપ્રાઈઝ નામે ઘડીયાલ કેશ ડાયલનું કારખાનું ધરાવતો હતો પરંતુ ધંધામાં નુકશાની જતા ધંધો બંધ કરી દીધો હતો. તે તેના પિતાની હયાતીમાં પેડક રોડ ઉપર આવેલ એક ધાર્મીક સ્થળે જતા હતા. જયાં વીસેક વર્ષ પહેલા હબીબભાઈ મેતર સાથે તેનો પરિચય થયા બાદ તેના બંને પુત્રો અકિલ ઉર્ફે હકો અને રફિક સાથે પણ સંબંધો સારા થઈ ગયા હતા.કારખાનું ધરાવતા તેને ૨૦૧૭માં નુકશાની જતાં ધંધાકિય રોટેશન ચલાવવા આરોપી અકિલ ઉર્ફે હકા (રહે. પેડક રોડ) પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂા.૩ લાખ આપ્યા હતા. આ સમયે સિકયુરીટી પેટે તેણે તેની કાર ગીરવે રાખી હતી. જે કારના હપ્તા ન ભરતા બાદમાં ૨૦૧૯માં બેંકે જપ્ત કરી લીધી હતી.તે આરોપીને દર મહિને રૂા. ૧૫ હજાર વ્યાજ ચૂકવતો હતો.

આમ બે વર્ષ સુધી ચાલ્યા બાદ ૨૦૧૯નાં વર્ષમાં તેને ૭૫ હજાર અને ૨૦૨૨ના વર્ષમાં ૩૫ હજાર અલગ-અલગ સમયે ચૂકવી દીધા હતા.ત્યારબાદ ગઈ તા.૩/૧૦/૨૨નાં આરોપીએ તેને બોલાવી ‘તે મને ૭૫ અને ૩૫ હજાર આપેલ છે તે હું વ્યાજમાં ગણી લઉ છું, તારે મને રૂા.૩ લાખ વ્યાજના ચૂકવવાના બાકી છે કહી પેડક રોડ ઉપર વકીલની ઓફિસે તેની પાસે રૂા.૩૦૦ના ૫  સ્ટેમ્પ પેપર પર પ્રોમીસરી નોટનું લખાણ કરાવી લીધું હતું અને બેંકના બે ચેક મૈં બળજબરીથી સિક્યુરીટી પેટે લઈ લીધા હતા. તેણે આરોપીને અત્યાર સુધીમાં ૪.૭૦ ૨ લાખ જેટલા ચૂકવી દીધા હોવા છતા તેણે ૧ ગઈ તા.૨૪/૧૧નાં તેના ઘરે જઈ તેની ૧ માતાની સાથે ગાળાગાળી કરી ‘આજ સાંજ – સુધીમાં વ્યાજે લીધેલા પૈસા આપી દેજો, નહીંતર તમારા દિકરા નિલેશનો પગ તોડી નાખીશ અને સવાર સુધીમાં તેને રહેવા નહીં દઉં તેમ ધમકી આપી ભાગી ગયો હતો. જેથી નીલેશભાઈએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોધાવતા આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.