76 જેટલા આકસ્મિક 48 ઝેરી દવા, 42 ગળે ફાંસા, 20 ડુબેલી લાશનુ પોસ્ટમોર્ટમ કરાયુ

અકસ્માત અને આપધાતમાં મૃત્યુ પામેલા મૃતકોના અંતિમ સંસ્કાર કરતા પહેલા પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ 2022 માં કુલ 186 પીએમ કરવામાં આવ્યા છે. જેમા 76 જેટલા આકસ્મિક બનાવ, 48 ઝેરી દવા, 42 ગળે ફાંસા, 20 ડુબેલા મૃતકોનો સમાવેશ થાય છે.

સમાજમાં આપધાત અને અકસ્માતોનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે.ત્યારે ગોંડલમાં આવેલી સિવિલ હોસ્પિટલ માં ગત વર્ષ 2022 માં 186 લાશનુ પોસ્ટમોર્ટમ કરાયુ છે. જેમાં સૌથી વધુ 76 લોકોનુ વીજ કરંટ, ઝેરી જનાવર કરડવું, રેલ્વે અકસ્માત, રોડ અકસ્માત ને કારણે મોત થયુ હતું. 48 મૃતકોએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલુ કર્યુ હતું. જ્યારે 42 લોકોએ ગળે ફાંસો ખાઇને જીવન લીલા સંકેલી હતી. 20 લોકો પાણીમાં ડુબી જવાથી મોતને ભેટ્યા હતાં. તે ઉપરાંત રોડ અકસ્માત, ઝેરી જીવજંતુ દ્વારા ડંશ મારવાથી પણ અનેક લોકોના મોત થયા હતાં. રેલ્વે અકસ્માતમાં પણ કેટલાક યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં પી.એમ.નુ પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહ્યુ છે.  મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા પહેલા મોતનુ કારણ જાણવા માટે પી.એમ. કરવામાં આવે છે. પી.એમ. કરવાથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.