યોગ્ય ન્યાય નહી મળે તો આંદોલનની ચીમકી
ટોલ ટેકસ વસુલવાના વિરોધમાં સમિતિના અધ્યક્ષની આગેવાનીમાં પાઠવ્યું આવેદનપત્ર
અસહ્ય ટોલ ટેક્સ લડત સમિતિ , દ્વારા તા.3/1/2023 નાં મંગળવારનાં ઉપલેટા તાલુકાનાં ડુમીયાણી ટોલબુથ પર ઉપલેટા તથા આસ – પાસનાં ગામોનાં લોકલ વાહન ધારકો પાસેથી ખુબ જ ઉંચા દરે ટોલ ટેક્સ વસુલવાનાં વિરોધમાં સમિતિનાં અધ્યક્ષ પિયુષભાઇ માકડીયાની આગેવાનીમાં ઉપલેટા મામલતદાને આવેદન પત્ર આપવામાં આવેલ
આ આવેદનપત્રમાં ડુમીયાણી ટોલબુથ પર વસુલવામાં આવતાં ઉંચા દરને લઇને ઉપલેટા શહેર તેમજ આજુ – બાજુનાં ગામનાં લોકોમાં ખુબ જ રોષ ની લાગણી છે. આ વિસ્તારનાં નાગરિકો ખેડુતો , વેપારીઓ , નોકરીયાતોને માત્ર થોડા કિ.મી. જ જવા – આવવા માટે આટલો મોટો ટોલ ટેક્સ ભરવો પડે છે.
આ અંગે અગાઉ અનેક વખત લોકોએ જનપ્રતિનિધિઓ તેમજ સરકારને રજુઆતો કરવા છતાં આ અંગે યોગ્ય ધ્યાન આપેલ નથી. કે તેઓ આ અંગે કશુ કરવા માંગતા નથી તેવું લોકોને લાગે છે. કારણ કે લોકોએ તેઓ મારફત આ ંઅગે અનેક વખત રજૂઆતો કરી છે. છતા નેશનલ હાઈવે ઓર્થોરીટી ઓફ ઈન્ડીયા કે તંત્ર દ્વારા ઉપરોકત પ્રશ્ર્નનું નિરાકરણ આજદિન સુધી થયેલ નથી.આવેદનપત્ર આપવામાં સમિતિનાં અધ્યક્ષ પિયુષભાઇ માકડીયા તથા સભ્ય રસીકભાઇ ચાવડા , સંજયભાઇ મુરાણી , પરષોત્તમભાઇ બોરડ , વિનુભાઇ ઘેરવડા (ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પ્રમુખ), દિપકભાઇ રામાણી , રવિભાઇ માકડીયા , મનીષભાઇ માકડીયા , જગદિશભાઇ દવે તથા કૌશિકભાઇ કાલાવડીયા તેમજ વિશાળ સંખ્યામાં ઉપલેટા શહેરનાં વિવિધ એશોસીએશનનાં અગ્રણીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
અસહ્ય ટોલ ટેક્સ અંગે આ વિસ્તારનાં ગામો ડુમીયાણી , ઉપલેટા તથા ધોરાજીની જનતામાં ખુબ જ રોષ ફેલાયેલ છે. તેમજ આ ઝુંબેશમાં ઉપલેટા શહેરનાં તમામ વેપારીઓ, તમામ એશોસીએશનો , સામાજીક સંસ્થાઓ , જ્ઞાતિ મંડળો આ અસહ્ય ટોલને સંપુર્ણ સહકાર છે.
અસહ્ય ટોલ ટેક્સ જો નાબુદ કરવામાં નહી આવે તો આ વિસ્તારની જનતાને નાછુટકે નાઇલાજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ શહેર બંધ રાખવાની ફરજ પડશે.