સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવે તે નિશ્ચિત
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20ની સિરિઝની બીજી મેચ આજે પુણેમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સીરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.
મુંબઈમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. કેચ પકડતી વખતે સંજુ સેમસનને ઘુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરાયો છે. પ્રથમ ટી20 મેચમાં સંજુ સેમસન નિષ્ફળ ગયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.
પ્રથમ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર શિવમ માવી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. માવીએ 22 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં પણ તમામની નજર માવી પર રહેશે. ટીમ ઈન્ડિયા પોતાના બોલિંગ આક્રમણમાં કોઈ ફેરફાર નહીં કરે. જો કે જો અર્શદીપ સિંહ ફિટ થઈ જશે તો તેને હર્ષલ પટેલના સ્થાને તક આપવામાં આવી શકે છે. આ ઉપરાંત સંજુ સેમસનના સ્થાનેપણ જીતેશ શર્માને મોકો મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી