મગજનો હુમલો આવવાનો ખતરો તમારા બ્લડ ગ્રુપ પરથી જાણી શકાશે
શું તમે જાણો છો કે તમારુ બ્લડ ગ્રુપ પણ બ્રેઈન સ્ટ્રોક આવવાનુ કારણ બની શકે છે.આપણે ગુજરાતીમાં જેને હુમલો કહીએ છીએ, એ સ્ટ્રોક એક ખતરનાક સ્થિતિ છે.સ્ટ્રોક એક એવી ગંભીર સ્થિતિ છે જ્યારે એ ઉતપન્ન થાય ત્યારે મગજમાંથી રક્ત પ્રવાહ અટકી જાય છે. આ એક ન્યૂરોલોજીકલ પ્રોબ્લેમ છે જેને બ્રેન સ્ટ્રોક કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે મસ્તિષ્કમાં બ્લડ વેસેલ્સ ફાટી જાય છે ત્યારે લોહી વહેવા લાગે છે અને સ્ટ્રોકની સ્થિતિ ઉભી થાય છે. આ સ્થિતિમાં માણસનું મોત પણ થઇ શકે છે. દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ સ્ટ્રોકના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે, કયા બ્લડ ગ્રુપના લોકોને સ્ટ્રોકનો ખતરો સૌથી વધારે રહે છે.
જર્નલ ન્યુરોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, શરીરમાં હાજર તમામ બ્લડ ગ્રુપ પર એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સ્ટ્રોક આવવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ સંશોધનમાં 18 થી 59 વર્ષની વચ્ચેના 18 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તે બધાને સ્ટ્રોક આવ્યો હતો. રિસર્ચમાં લોકોના બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું કે A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં અન્ય લોકોની સરખામણીમાં સ્ટ્રોકનું જોખમ 16 ટકા વધારે છે.
A બ્લડ ગ્રુપ વધુ જોખમમાં છે.
A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સ્ટ્રોકનો સૌથી વધુ ખતરો હોય છે, પરંતુ આનું કારણ શું છે. આ અંગે તબીબોનું કહેવું છે કે પ્લેટલેટ્સ અને રક્તવાહિનીઓ તેમજ અન્ય કારણોસર આવું થવાની શક્યતા છે. એવી આશંકા છે કે A જૂથના લોકોમાં લોહીના ગંઠાવાનું જોખમ અન્ય બ્લડ ગ્રુપના લોકો કરતા વધારે છે. જેના કારણે મગજમાં લોહી ગંઠાઈ જાય છે અને સ્ટ્રોક થાય છે. જો કે, આ હકીકત અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.
B બ્લડ ગ્રુપ જોખમમાં નથી
B ટાઇપ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ વધારે નથી. જ્યારે, એબી લોકોમાં તેની કોઈ અસર થઈ નથી. પરંતુ A બ્લડ ગ્રુપ ધરાવતા લોકો માટે જોખમ ઘણું વધારે છે. આવી સ્થિતિમાં, તેઓએ ધ્યાન આપવાની અને સ્ટ્રોકથી બચવાની જરૂર છે. તેઓએ સમયાંતરે તેમનું બીપી ચેક કરાવવું જોઈએ અને જો સ્ટ્રોક સંબંધિત કોઈ લક્ષણો દેખાય તો ડોકટરોની સલાહ લેવી જોઈએ.