અભ્યારણ્યમાંથી મૂળી પંથક સુધી ખેડૂતોને ઉજાગરા કરાવે છે “ઘુડખર”

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ઘુડખર અભયારણ્યમાંથી ઘુડખર છેક મુળી તાલુકાનાં ગામોમાં આવી પહોંચ્યા છે ત્યારે આજે સરલા ગામે મોટી સંખ્યામાં ઘુડખર (ખચ્ચર) જોવા મળેલ હતાં આ ઘુડખરો ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે અને આ પ્રાણી આરક્ષિત હોય એટલે ખેડૂતો કશું કરી શકતા નથી ત્યારે આ આવેલ ઘુડખરોને તેની મુળ જ્ગ્યાએ વન વિભાગ દ્વારા લઈ જવાંમાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે

ખેડૂતો ઘુડખરને ગામઠી ભાષામાં ખચ્ચર ગધેડાથી ઓળખ હોય છે અને આ ટોળાં ઉભાં પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે ત્યારે આ ઘુડખર અભયારણ્ય પાટડી અને ધાંગધ્રા તાલુકાનાં છેવાડાના રણ વિસ્તારમાં છે. વન વિભાગમા તાત્કાલિક ધોરણે મુળી તાલુકાનાં ગામોમાં થી અભ્યારણ્યમાં લઇ જવાં જોઈએ તેમ સરલાનાં ખેડૂતો ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું કે જો આમ જ ઘુડખર અહીં રહેશે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.