એસ.વી. વિરાણી સ્કુલ એલ્યુમની એસોસીએશન દ્વારા ગુરુ-શિષ્ય સ્નેહમિલન
એસ.વી. વિરાણી સ્કુલ એલ્યુમની એસો.ના નેજા હેઠળ અમે વિરાણી સ્કુલના ભૂતપૂર્વ વિઘાર્થીઓ દ્વારા ગુરુ-શિષ્ય સ્નેહ મિલન કાર્યક્રમ છેલ્લા કેટલાક વર્ષોથી હર્ષોલ્લાસ અને અમારા ગુરુજનો પ્રત્યે ઋણ અને આદરભાવથી ઉજવીએ છીએ.
આ વર્ષે ગુરુ શિષ્ય સ્નેહ મિલન અને ભોજન સમારંભનું તેમજ સાથોસાથ એસ.વી. વિરાણી હાઇસ્કુલને 7પ વર્ષ પૂર્ણ થતા મહા રકતદાન (કેમ્પ)નું શ્રી એસ.વી. વિરાણી સ્કુલ, મઘ્યસ્થ ખંડ, ટાગોર માર્ગ, રાજકોટ તારીખ 8 જાન્યુઆર 2023 રવિવાર, સમય સાંજે 4 કલાકે કાર્યક્રમની શરુઆત થશે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે અનિલ ટાંકે જણાવ્યું હતું કે, ઉપરોકત કાર્યક્રમમાં એસ.વી. વિરાણી સ્કુલમાંથી અત્યાર સુધીમાં અભ્યાસ કરી ગયેલા દરેક વિઘાર્થીઓ બહોળી સંખ્યામાં ઉ5સ્થિત રહી, ગુરુજનો પ્રત્યેનો પોતાનો ઋણ આદરભાવ વ્યકત કરશે.
સંપર્ક કરી ભોજન પાસ તા. 5-1-23 ગુરુવાર સુધીમાં મેળવી લેવા વિનંતી.
વધુ માહીતી માટે સંપર્ક કરવો અનિલ ટાંક મો. નં. 94267 85339, દિપક મોદી મો. નં. 99241 13086, સંજય તંતી મો. નં. 80008 01881, હાર્દિક સિયાણી મો. નં. 97129 01294, દિપક લાઠીયા મો. નં. 98252 28252, સોહીલ લીંબાસીયા મો. નં. 99789 18711, ધર્મેશ પરસાણા મો. નં. 99252 90909, રાહુલ જાદવ મો. નં. 99244 41413 અને ભાવિનભાઇ દેસાઇ મો. નં. 94290 97124 સંપર્ક કરવો.