છાયાના રણમાં કુદરતી તળાવ દબાણકારો ગળી ગયા?
ગાંધીભૂમિ પોરબંદરમાં અનેક પેશકદમીઓ સામે કલેકટર લેન્ડ ગ્રેબિંગનું હથીયાર ઉગામી રહ્રાા છે, પરંતુ આ લેન્ડ ગ્રેબિંગનું હથીયાર અનેક રાજકીય આગેવાનો સામે બુઠું બની જતું હોવાના આક્ષોપ થયા હતા, ત્યારે હવે છાંયાના રણમાં થયેલી પેશકદમી સામે કલેકટરે લાલ આંખ કરી તપાસ હાથ ધરી છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અનેક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાઈ છે. જિલ્લા કલેકટર દ્વારા ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી થતી હોવાની વાતો પણ થાય છે, પરંતુ કેટલાક માંધાતાઓએ કરેલી પેશકદમી સામે તંત્ર વામણું પૂરવાર થતું હોવાના આક્ષોપો થયા હતા. છાંયા ચોકી થી છાંયા વિસ્તાર તરફ જતા રસ્તે બિરલા ફેકટરી તરફ આવેલું આ રણ ખૂબ જ કુદરતી સૌંદર્ય ધરાવે છે.
અહીં પાણી ભરાયેલું રહેતું હોવાથી ભૂતકાળમાં ફલેમિંગો સહિતના વિદેશી પક્ષાીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવતા હતા અને એટલે જ પોરબંદરને સૂરખાબી નગરી તરીકે આગવી ઓળખ મળી હતી. પરંતુ છેલ્લા 10 વર્ષમાં અનેક લોકોએ અહીં ગેરકાયદેસર દબાણો કરી મિલ્કતો ઉભી કરી દીધી છે. એટલું જ નહીં, પરંતુ કોમશર્યિલ રીતે તેનો ઉપયોગ પણ થઈ રહ્રાો છે. આ વિસ્તારમાં વર્ષો જુની પેશકદમી પણ જોવા મળે છે, પરંતુ ત્યાં રહેણાંક મકાનો બનાવી લોકો વસવાટ કરે છે.
આ સમગ્ર બાબત પર પ્રકાશ પાડીએ તો સરકારી સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છાંયા રેવન્યુ સર્વે નંબર બે તરીકે આ જમીન ઓળખાય છે અને વર્ષ 2018 ના મે મહિનામાં દબાણ અંગે 86 જેટલા આસામીઓને નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કેસ પણ ચાલ્યો હતો. જેમાં કેટલાક લોકોએ આધાર પુરાવા રજુ કરતા તેવી મિલ્કતો નિયમીત કરી દેવામાં આવી હતી, પરંતુ મોટા ભાગની મિલ્કતો દબાણમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવી છે. એટલે સીટી સર્વેના નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા આવી પેશકદમી થયેલી જમીનોને સરકાર જાહેર કરી દેવામાં આવી હતી, તેમજ ગેરકાયદેસર દબાણ ધરાવતા તમામ આસામીઓ સામે વસૂલાત જેવી કાર્યવાહી કરવા માટે સીટી તલાટીને અહેવાલ પણ સીટી સર્વે વિભાગ દ્વારા સુપ્રત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં આજ દિન સુધી છાંયાના રણ નામના આ વિસ્તારમાં બેરોકટોક પેશકદમી જોવા મળી રહી છે.
પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્મા પ્રકૃતિ પ્રેમી પણ મનાય છે. એટલે કુદરતી સૌંદર્ય સમાન અને વિદેશી પક્ષાીઓ માટેની આ ખાસ જગ્યા છાંયાના રણ પર થયેલી પેશકદમી હટાવવા તેઓ કટિબદ્ઘ બન્યા છે અને નળકના જ સમયમાં પેશકદમી કરનારાઓ સામે ડીમોલીશન સહિતની કાર્યવાહી પણ હાથ ધરાશે.