ગોંડલના તબીબની આઠ વર્ષની બાળામાં સાપ પકડી રેસ્ક્યું કરી પ્રકૃતિનાં ખોળે છોડી દેવાની પ્રતિભા
ગોંડલના તબીબની આઠ વર્ષની બાળા સાપ પકડી રેસ્કયુ કરી પ્રકૃતિના ખોળે છોડી દે છે જયારે ઘર, દુકાન કે કારખાનાં માં સાપ નીકળે તો મરદ મુછાળા માનવી ને પણ પરસેવો વળી જતો હોય છે.
ત્યારે ગોંડલ માં રહેતા ડો. લક્ષીત સાવલિયા ની 8 વર્ષ ની દીકરી ક્રિષ્ટિના ને ભગવાને એવી પ્રતિભા આપી છે કે લોકો દંગ રહી જાય છે.ગોંડલ માં રહેતી અને ધોળકિયા સ્કૂલ માં ત્રીજા ધોરણ માં અભ્યાસ કરતી ક્રિષ્ટિના માત્ર 2 વર્ષ ની ઉમર થી જ નાગ પકડી શકે છે અને રમકડાં ની જેમ રમાડી શકે છે.
ક્રિષ્ટિના ને પશુ , પક્ષી અને પ્રાણી પ્રત્યે અલગ જ લાગણી અને પ્રેમ છે અને સાપ સાથે વિશેષ પ્રેમ છે અને નાનપણ થી જ સાપ ને રેસ્ક્યુ કરી ને કુદરત ના ખોળે છોડી દે છે
ક્રિષ્ટિના ના ડોક્ટર પિતા એ સાપ પકડવાની અને પર્વતા રોહણ ની તાલીમ લીધેલ છે અને પિતા ને જોઈ ને દીકરી ક્રિષ્ટિના ને સાપ માં રુચિ લાગી અને બિનઝેરી સાપ ને પકડતી અને રમાડતી થઈ છે. ક્રિષ્ટિના માટે સાપ એ કોઈ જાનવર નહિ પણ એક મિત્ર છે.
હાલ માં ક્રિષ્ટિના 8 વર્ષ ની છે અને 20 થી વધારે સાપ ની પ્રજાતિ ને ઓળખી શકે છે 100 થી વધારે સાપ ને રેસ્ક્યુ કરેલ છેક્રિષ્ટિના ના પિતા ની ઈચ્છા છે કે દીકરી સરીશ્રુપ તજજ્ઞ બને અને કેરિયર બનાવે.