શહેરની વર્ષો જુની સમસ્યાનું લોકો નિવારણ ઇચ્છે છે: નેતાઓ પર મીટ
સુદામાનગરીની પૌરાણીક ઓળખ ગાંધી ભૂમિની અર્વાચીન ઓળખ અને ભવ્ય ભૂતકાળ ધરાવતથા પોરબંદરને કોઇની નજર લાગી ગઇ હોય તેમ શહેર પંથકની પ્રાચીન અર્વાચીન અસ્મીતાઓ જેવી ધરોહરો તંત્રની બેદરકારી થી નુર ગુમાવી ચુકી છે. ત્યારે પોરબંદરની ગરીમા જળવાય તેવા વિકાસની લોકો ઝંખના કરી રહ્યા છે. તે કોણ પુરી કરશે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ઘ થયેલ આ ઐતિહાસીક નગરે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે.
એક સમયે એશિયાનું પ્રથમ સિમેન્ટનું કારખાનું એ.સી.સી. સિમેન્ટ, જિનગ અને પ્રેસિગ ઉદ્યોગ, બોલ બેરીગ ઉદ્યોગ, દીવાસળીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મીલ્સ, સોલ્ટ વર્કસ અને જગદીશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વગેરે અનેક ઉદ્યોગોથી ધમધમતું શહેર હતું. હાલમાં માત્ર્ા ગણ્યાગાંઠ્યા ઉદ્યોગો જ રહ્યા છે.
મોટાભાગની ખ્યાતનામ ફેકટરીઓ અને ઉદ્યોગો હાલ બંધ હાલતમાં છે. આમ ઔદ્યોગિક રીતે પોરબંદર દિવસે દિવસે પછાત થતું જાય છે. પોરબંદરમાં એક સમયે ભાવસિંહજી ટેકનીકલ હાઈસ્કુલ, રામબા સ્કુલ અને મિડલ સ્કુલ સહીતની સરકારી શાળાઓનો દબદબો જોવા મળતો હતો. શહેરના અનેક નામાંકિત અને પ્રતિષ્ઠત ડોકટરો, વકીલો, એન્જીનીયરો અને ઉદ્યોગપતિઓએ પણ આ શાળાઓમાં પોતાનું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ હાલ આમાંથી મોટા ભાગની શાળાઓ બંધ હાલતમાં છે. શહેર મધ્યે તેમની ઈમારતો તો અસ્તિત્વમાં છે, તો એક પણ શાળા કાર્યરત નથી.
પોરબંદરની સરકારી હોસ્પિટલ ભાવસિહજી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે અદ્યતન મશીનો ફાળવાયા છે અને હાલ મેડીકલ કોલેજ પણ કાર્યરત કરાઈ છે, પરંતુ અહી પુરતો સ્ટાફ નથી. હોસ્પીટલમાં હજુ પણ અનેક જરૂરી સ્ટાફની કમી જોવા મળે છે, જેથી મોટા ભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અને અન્ય મોટા શહેરોમાં અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. હાલના શાસકો શહેરના વિકાસના ગાણા ગઈ રહ્યા છે. પ
રંતુ પોરબંદરના રાજવીઓએ આપેલ અનમોલ ભેટ સમાન જૂની કોર્ટ બિલ્ડીગ સહિતની અનેક બિલ્ડીગની જાળવણીમાં પણ તંત્ર્ા નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં એક સમયે રાજાશાહી જમાનાના ટાવરમાંથી સંભળાતા ડંકા બંધ થયા છે અને આ ભવ્ય ટાવર બિસ્માર બન્યા છે, તો એક સમયે ધમધમતું પોરબંદરનું બંદર અત્યારે મંદી અને મોઘવારીના કારણે જાણે થંભી ગયું હોય તેવી સ્થિતિ નજરે ચડે છે. બંદર આટલા વર્ષે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. તો જેના નામ પરથી આપણા શહેરનું નામ પોરબંદર પડ્યું હોવાનું કહેવાય છે, તે પોરાવ માતાજીના મંદિરનો પણ વિકાસ કરવામાં આવ્યો નથી અને તેના વિષે મોટા ભાગના પ્રવાસીઓ અજાણ હોય છે.
આથી કીતિ મંદિર અને સુદામા મંદિરની મુલાકાત પ્રવાસીઓ લે છે, પરંતુ પોરાવ એટલે કે પોરાઈ માતાજીના મંદિરે કોઈ પણ પ્રવાસીઓ જતા નથી. ત્યારે તેનો પણ વિકાસ કરવો જરૂરી બન્યો છે. તો પોરબંદરમાં હાલ એરપોર્ટ પરથી વિમાની સેવા પણ બંધ છે. ત્યારે એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. ત્યારે પોરબંદર થી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સુધીની સીધી ફલાઈટ કયારે શરૂ થશે ? તેવા સવાલો પણ નગરજનો ઉઠાવી રહ્રાા છે. આ ઉપરાંત રેલ્વેના અને એસ.ટી. બસના મુસાફરોને પણ અનેક અગવડતાઓ વેઠવી પડી રહી છે. પોરબંદર શહેર મધ્યે દરરોજ 1પ થી વધુ વખત ટ્રેન શન્ટીંગ થતું હોવાને કારણે હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે.
ફાટક બંધ થતા ઈમર્જન્સી વાહનો સહિત હજારો લોકો ટ્રાફિક જામમાં રોજ ફસાય છે, ત્યારે નગરજનોની આ સમસ્યા દૂર કરવા ઓવરબ્રીજ અથવા અંડરપાસ બનાવવા પણ અનેક વખત શહેરીજનોએ માંગ કરી છે. તો અહીં આવતા પ્રવાસીઓ પણ ધર્મશાળાના અભાવે અહીં રોકાઈ શકતા નથી. પ્રવાસન ક્ષોત્રે વિકાસ કરવા માટે મોટી-મોટી વાતો કરનાર તંત્ર અહીં ધર્મશાળા જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શકયું નથી. તો અહીં કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા ગાંધી સ્મૃતિ ભવનની હાલત દયનીય બની છે અને મહાત્મા ગાંધીજીના ળવન પર આધારીત લેસર શો પણ બંધ કરી દેવાયો છે.
તો બીજી તરફ કીતર્મિંદિરમાં મહાત્મા ગાંધીજીનો જ્યાં જન્મ થયો તે મકાન બિસ્માર બન્યું હોવાથી બંધ છે, ખનિજ ચોરો અને બુટલેગરોના અડા સમાન બની રહેલા આ બરડા ડુંગરની જાળવણી માટે પણ વનવિભાગ કયારે જાગૃતિ દાખવશે ? માધવપુરની ચોપાટીએ પણ અનેક અસુવિધાઓ જોવા મળે છે.
આમ ભવ્ય ભૂતકાળ ધરાવતા આ શહેરનો વર્તમાન વિવિધ કારણોસર ધૂંધળો જણાઈ રહ્યો છે, તેમ છતાં આ પોરહીલા પોરબંદરના ખમીરવંતા નાગરિકો ઉવળ ભાવીની આશા રાખી રહ્યા છે.