આપણે સાંભળ્યું જ હશે કે સ્ત્રી ગર્ભવતી થઈ શકે પરંતુ પુરુષ નહિ !! આ સાંભળીને ઘણી વખત તમારા મનમાં એવો વિચાર તોઆવ્યો જ હશે કે મમ્મી પ્રેગનેન્ટ થઈ શકે તો પપ્પા કેમ નહિ. હાલ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સ્ત્રીઓની સાથે હવે પુરુષો પણ ગર્ભ ધારણ કરી શકે છે. હજુ થોડા સમય પહેલા પણ રીતેશ દેશમુખની એક ફિલ્મ આવી રહી હતી મિસ્ટર મમ્મી જેમાં રીતેશ પ્રેગનેન્ટ દેખાઈ રહ્યા છે. ત્યારે ઢોલીવુડ થોડી કોઈ બાબતોમાં પાછળ રહે !! ગુજરાતી દર્શકો માટે આવી જ ધમાકેદાર ફિલ્મ આવી રહી છે.

sharman joshi

ઢોલીવુડ દ્વારા દર્શકોને તમામ રસ ફિલ્મો, વેબ સીરીઝ દ્વારા  પીરસવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક કોમેડી ફિલ્મ આગામી દિવસોમાં ધૂમ મચાવશે. બોલીવુડ સુપરસ્ટાર શર્મન જોષીનાં આવવારી ગુજરાતી ફિલ્મ “કોન્ગ્રેચ્યુલ્શન” નું પ્રથમ પોસ્ટર રીલીજ કરવામાં આવ્યું. જાણીતાં અને ગુજરાતનાં સૌથી યુવા ડીરેક્ટર રેહાન ચૌધરી એ આ ફિલ્મની સ્ટોરી કાંઈક જુદા જ વિષય સાથે લખી ડીરેક્ટ પણ કરી છે. જેમની લાસ્ટ ગુજરાતી ફિલ્મ “ધુઆધાર” સુપર હીટ રહી હતી.

અલગ જ વિષય પર બનેલી આ ગુજરાતી ફિલ્મ દર્શકોને એક મનોરંજનનો અલગ જ અનુભવ કરાવશે, જે આવનારી ૩ ફેબ્રુઆરી ૨૦૨૩ એ રીલીઝ કરવામાં આવશે અને જે માહીતી ફિલ્મનાં માર્કેટીંગ ડીરેક્ટર વિશાલ પરમાર દ્વારા આપવામાં આવી હતી. પોસ્ટરમાં આપ જોઈ શકો છો કે શરમન જોશી પ્રેગનેન્ટ દેખાઈ રહ્યો છે અને તેના ટી-શર્ટમાં લખ્યું છે કે parentshood has no gender. ફિલ્મનું ટાયટલ પણ Congratulations આપવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે અભિનંદન.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.