જુનાગઢમાં લધુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી, ભુજ 11.4 ડિગ્રી, પોરબંદર 11.8 ડિગ્રી અને રાજકોટઠ 12.2 ડિગ્રી સાથે ઠંડીમાં ઠુંઠવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. આજે ગીરનાર પર્વત પર તાપમાનનો પારો પાંચ ડિગ્ર્રીએ પહોંચી જતાં યાત્રિકોએ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યા હતો. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તર ભારતના રાજયમાં સતત થઇ રહેલ બરફ વર્ષાના કારણે ગુજરાતમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે કચ્છનું નલીયા આજે 8.8 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી વધુ શહેર રહ્યું હતું. જુનાગઢનું લધુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે જુનાગઢ શહેર કરતા ગીરનાર પર્વત પર તાપમાનનો પારો પ ડિગ્રી નીચો રહેવા પામે છે. આજે ગીરનાર પ ડિગ્રી સાથે ઠંડોગાર બની ગયો હતો. યાત્રિકોએ હિમાલય પર્વત પર જેવી કાતીલ ઠંડી હોય તેવી ઠંડીનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો થોડો ઉંચકાયો હતો આજે શહેરનું લધુતમ તાપમાન 1ર.2 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. સવારે 8.30 કલાકે તાપમાન 14 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા અન પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
આ ઉપરાંત અમદાવાદ શહેરનું તાપમાન 13.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 13.પ ડિગ્રી, ભાવનગરનું તાપમાન 13.6 ડિગ્રી, ભુજનું તાપમાન 11.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 10.4 ડિગ્રી, દિવનું તાપમાન 11.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 16.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 12.2 ડિગ્રી, કંડલાનું તાપમાન 12.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 11.8 ડિગ્રી, અને વેરાવળનું તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતુઁ.
આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે ઉતર ભારતના રાજયમાં સતત હિમ વર્ષા થવાના કારણે હાડ થીજાવતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.