પોષ સુદ દશમને રવિવાર તા. 1-1-2023 થી ઇ.સ. 2023 ના નવા વર્ષની શરુઆત થઇ રહેલ છે.
નવા વર્ષમાં લાંબા ગાળાના ગ્રહોમાં શનિ ગ્રહ તા. 17-1-23 થી કુંભ રાશીમાં પ્રવેશ કરશે. જયારે રાહુ 30 ઓકટોબર સુધી મેષ રાશીમાં રહેશે.
ગ્રુરુ ગ્રહ ર1-4-23 સુધી મીનમાં ત્યાર બાદ મેષ રાશીમાં રહેશે.
ભારત દેશની કુંડળી જોતા શનિ બળવાન થાય છે. કર્મ ભુવન માંથી કુંભ રાશી પોતાની રાશીમાં ચાલશે.
જયારે રાહુલ બારમા સ્થાનમાંથી ચાલશે અને તા. ર1-4-23 થી 30-10-23 સુધી ગુરુ રાહુનો ચાંડાલ યોગ ભારતની કુંડી કંડળી પ્રમાણે વ્યય ભુવનમાં થશે.
આમ ગ્રહની ગતિ જોતા ભારત દેશમાં વ્યાપાર ધંધામાં વૃધિધ થાય ભારતનું અર્થતંત્ર વધારે વેગ પડકશે તેમાં ખાસ કરીને મોટા ઉઘોગોમાં પ્રગતિ રહેશે નાના ઉઘોગોમાં ધીમી ગતિએ પ્રગતિ જણાય. રોડ – રસ્તા માર્ગ નવા બને.
બારમા સ્થાનેથી રાહુ હોતા લોકોના ખર્ચામાં વધારો થાય ઓકટોબર મહિના સુધી મોંધવારીનું પ્રમાણ વધારે રહેશે.
તેલ, શાકભાજી મોંધા થાય જીવન જરુરીયાતની વસ્તુ મોંધી થાય મઘ્યમ વર્ગને આ વર્ષે વધારે માર રહેશે.
શિક્ષણ ક્ષેત્રે કોઇ નવી નીતિ આવી શકે છે.
એપ્રિલ મહિનાથી ઓકટોબર મહિના સુધી પાકિસ્તાન અને ચીન સાથે ધર્ષણમાં વધારો થાય.
જો રશિયા અને યુક્રેન નું યુઘ્ધ એપ્રિલ-23 પછી પણ ચાલુ રહે તો રશિયા યુક્રેન ઉપર મે, જુન મહિનામાં અણુ હમલો કરી શકે છે. આથી પેટ્રોલ અને મોંધવારીમાં આખી દુનિયામાં વધારો થઇ શકે છે.
ગુજરાતમાં એકંદરે વરસાદ સારો રહેશે ભારતમાં સામાન્ય ગણાય.
ખાસ કરીને મે મહિનાથી ઓકટોબર મહિના સુધી જાતીય સતામણીના કેસ વધે આથી પોતાના બાળકો અને યુવા વયના સંતાનોનું ખાસ ઘ્યાન રાખવું જરુરી બનશે.
જુન-જુલાઇમાં ભારતનું વાતાવરણ ખરાબ રહેવાની શકયતા છે. વાવાઝોડું મોટુ નુકશાન કરી શકે છે.
ગોચરના ગ્રહો જોતા હાલ અત્યારે ભારતમાં કોરોના એટલું ખાસ નુકશાન નહિ કરે પરંતુ સાવચેતી રાખવી જરુરી બને.
જો કોરોના મે મહિના બાદ પણ હોય તો વધારે નુકશાનની શકયતા ખરી આથી ખાસ એપ્રિલ 2023થી નવેમ્બર 2023 સુધી સાવચેતી રાખવી જરુરી બનશે.
રાશી પ્રમાણે 2023
મેષ (અ,લ,ઇ):- આપની રાશીમાં રાહુલ ચાલુ છે. આરોગ્યનો ખ્યાલ રાખવો માનસીક શાંતિ રાખવી કુળદેવી ઉ5ાસના કરવી.
વૃષભ (બ,વ,ઉ):- બારમેથી રાહુ ચાલે છે. કર્જ કરવું નહિ કોઇના ઝગડામાં પડવું નહિ શાંતિ રાખવી મહાદેવજી અને રાહુ ઉપાસના કરવી.
મિથુન (ક,છ,ધ):- એકંદરે સમય સારો રહેશે નોકરી ધંધામાં ઘ્યાન આપવું વિષ્ણુ ભગવાનની ઉ5ાસના કરવી.
કર્ક (ડ,હ,):- 17-1-23 થી નાની પનોતી રૂપાના પાયે સારી છતાં હનુમાનજીની ઉ5ાસના કરવી ઉત્તમ
સિંહ (મ,ટ):- એકંદરે વર્ષ સારુ જાય સંતાનોની પ્રગતિ માટે ઘ્યાન આપવું આરોગ્ય જાણવું ગુરુદેવના આપેલ મંત્ર જપ કરવો સૂર્ય ઉપાસના કરવી
કન્યા(પ,ઠ,ણ):- એકંદરે વર્ષ મઘ્યમ રહે રાઠુ આઠમે ચાલે છે. વાહન ધીમું ચલાવું વારસાકિય પ્રશ્ર્નો ઉદભવે મહાદેવજી તથા રાહુની ઉપાસના કરવી
તુલા (ર,ત):- એકંદરે વર્ષ ઉત્તમ જાય વ્યાપાર નોકરીમાં પુરતુ ઘ્યાન આપવાથી પ્રગતિ રહેશે કુળદેવી તથા લક્ષ્મીજીની ઉપાસના કરવી
વૃશ્ર્વિક (ન,ય) :- તા. 17-1 થી નાની પનોતી સોનાના પાયે ચિંતા કરાવે હનુમાનજી ગણપતિની ઉપાસના કરવી.
ધન રાશી (ભ,ફ.ઘ):- પનોતીમાંથી રાહત મળશે એકંદરે શાંતિ રહે ભવિષ્યના સારા પ્લાન કરી શકો છો. શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના લાભ દાઇ રહે
મકર રાશી (ખ,જી):- મોટી પનોતી ત્રીજો તબકકે સોનાના પાયે પગેથી પસાર થાય જીવનના નિર્ણય સાવચેતી પૂર્વક લેવા વડીલોની સલાહ લઇ આગળ વધવું શનિદેવ તથા હનુમાનજીની ઉ5ાસના કરવી
કુંભ (ગ,શ,સ):- મોટી પનોતી બીજો તબકકો ત્રાંબાના પાયે લક્ષ્મીદાયક છતાં જીવનમાં સાવચેતી રાખવી હનુમાજી તથા શનિ ઉપાસના કરવી
મીન (દ,ચ,ઝ, થ) :- 17-1-23 થી મોટી પનોતી શરુ થશે પહેલો તબકકો રૂપાના પાયે લક્ષ્મીદાયક છતાં જીવનમાં સાવચેતી રાખવી લક્ષ્મીનારાયણ તથા હનુમાનજીની ઉપાસના કરવી.
સંકલન: રાજદિપ જોષી