ગુજરાતીમાં કહેવત છે કે ચોરનો ભાઈ ઘંટી ચોર આ કહેવતને ચરિતાર્થ કરતી ઘટના સુરતમાં સામે આવી છે જ્યાં કરિયાણાની દુકાનમાં રાત્રે ચોરી કરીને બહાર નીકળતા જ બે બીજા ચોરોએ તેમને લૂંટી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે જ્યાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. જ્યાં પ્રતાપ નગર પાસે રહેતા નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખ કરિયાણાની દુકાન ધરાવે છે. તસ્કરોએ 27 ડિસેમ્બર ના રોજ તેમની દુકાને નિશાનો બનાવીને 70 હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા
ચોર પકડાઈ નહીં તે માટે ટીશર્ટ ઉપર બાંધીને ઉઘાડા ડીલે ચોરી કરતો હતો જેવો દુકાનની બહાર આવ્યો ત્યાં તેનું જ માથું ભાંગે એવા બે શખ્સ તેને મળ્યા અને તેને લૂંટીને નાસી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
દુકાનદારને આ ઘટનાની જાણ થતા તેણે સીસીટીવી તપાસ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે રાત્રિના ચાર વાગે ત્રણ જેટલા ઈસમોએ દુકાને નિશાનો બનાવીને ચોરી કરવાના કૃત્યને અંજામ આપ્યું હતું. હજુ તો શટર ઓછું કરીને ચોર બહાર આવે ત્યારે અન્ય એક ચોરે તેને હથિયાર બતાવીને બધી જ રોકડ રકમ કબજે કરી લીધી હતી.