દેશનાં વિવિધ ભાગોમાંથી 80 જેટલા સ્ટોલનું પ્રદર્શન રાખવામા આવ્યુ છે

રાજકોટ ખાતે 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી નેશનલ સિલ્ક એક્સ્પોનુ કાલાવડ રોડ પર આવેલા નૂતન નગર કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં દેશના વિવિધ ભાગો જેવા કે ગુજરાત,મહારાષ્ટ્ર, તમિલનાડુ, કાશ્મીર, બિહાર, આસામ અને છત્તીસગઢ માંથી આવેલા જુદા જુદા 80 જેટલા સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

અમારા દ્વારા ખાસ કચ્છમાં હાથ બનાવટની બાંધણી બનાવાય છે : વિનોદભાઈ

કચ્છથી આવેલા વિનોદભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ બાંધણીની વિવિધ વેરાયટીઝ કે જેને ટાઈ ઍન્ડ ડાય કહેવાય છે તેનું બાંધજ જાતે જ કરવમાં આવે છે કે જેમાં બાંધણીના વિવિધ દુપટ્ટા તથા સાડી બનાવવામા આવે છે. અમે છેલ્લા આઠ વર્ષથી જાતે જ બાંધણી બનાવીએ છીએ. આ એક્સ્પોમાં બેંગલોર, જયપુર વગેરે જેવા શહેરો માઠી ખ્યાતનામ વેપારીઓના સ્ટોલ છે એકપોમાં ખૂબ ષ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે જેમાં અજરખ, ગજી સિલ્ક, ગઢવા સિલ્ક વગેરે જેવી બાંધણીના દુપટ્ટા અને સાડી બનાવવામા આવે છે. જેની રેન્જ 10 થી 15 હજાર આસપાસ હોય છે.

રાજકોટિયન ખરીદીના શોખીન ખૂબ જ સારો મળી રહ્યો છે પ્રતિસાદ: નિતેશ પુજારી

સુરતના લીના સિલ્ક સારીના વેપારી નિતેશ પુજારીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ સુરતમાં રિટેલ અને જથ્થાબંધ સાડી નો વેપાર કરી રહ્યા છે ઔદ્યોગમાં તેઓ છેલ્લા આઠથી દસ વર્ષથી જોડાયેલા છે તેમને રાજકોટના લોકોનો ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે વધુમાં તેમને જણાવ્યું હતું કે જેમ રાજકોટના લોકો ખાણીપીણીના શોખીન છે તેવી જ રીતે શોપિંગના પણ ખૂબ જ સારા શોખીન છે તેમજ તેઓ પાસે 4000 થી શરૂઆત કરીને સિલ્કની સાડીઓનું મોટું કલેક્શન છે. કે જેમાં કાંજીવરમ અને સાઉથ વગેરે જેવી સડીઓનું ની વિશાળ શ્રેણી છે જે ખાસ કરી ને તેની માંગ ભારતભરમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.