અબતકની મુલાકાતમાં ભીમસૈનિક આગેવાનોએ આપી વિસ્તૃત માહિતી
ભીમાકોરાગાવ યુધ્ધની ગૌરવગાથાની યાદમાં રાજકોટ ખાતે 1 જાન્યુએ શોર્યયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અબતકની મુલાકાતમાં સંકેતભાઈ રાઠોડ, ડી.ડી. સોલંકી, નરેન્દ્રભાઈ રાઠોડ અને અમૃતભાઈ રાઠોડે ભીમાકોરેગાવ યુધ્ધની અમરગાથામાં યોજાનારી શૌર્ય યાત્રા સહિતના કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે
આગામી તા: 1/1/2023 ના રોજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભીમા કોરેગાંવ ઈતિહાસને ઉજાગર કરવામાં હેતુથી ભવ્ય શોર્યયાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રામાં રાજકોટ શહેર જીલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનાં આગેવાનો, સંગઠનો, વડીલો , ભીમ સૈનિકો તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો જોડાશે.
મહારાષ્ટ્રના પુના નજીક ભીમા નદીના કાંઠે ભીમા કોરેગાંવમાં સને 1818 ની 1 લી જાન્યુઆરીએ થયેલ વિશ્વનું એકમાત્ર યુદ્ધ છે જેના કારણે સમાજની પુન:ઉન્નતિ નો પાયા નખાણો તેને 205 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ મહાન દિવસને યાદગાર બનાવી એની ઉજવણીના ભાગરૂપે
તલવારથી કલમ સુધીની ક્રાંતિ ની એક ઝલક જોવા માટે આ રેલીનું આયોજન તા .1/1 ના રોજ સવારે 9:00 કલાકે આંબેડકરનગર (એસ . ટી વર્કશોપ ) ના પ્રવેશદ્વારથી ડો.આંબેડકર સર્કલથી નાના મોવા સર્કલથી રાજનગર ચોકથી કોટેચા ચોકથી કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોકથી ત્રિકોણબાગથી હોસ્પિટલ ચોક ડો.બાબાસાહેબ આંબેડકર જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણાહુતિ કરવામાં આવશે આ સંપૂર્ણ રેલી ભારતના બંધારણ અને કાયદા વ્યવસ્થાને અનુશાસનમાં રહીને કાઢવામાં આવશે આયોજનને સફળ બનાવવા સંકેતભાઈ રાઠોડ, ડી.ડી. સોલંકી, નરેન્દ્રભાઈ રાઠોડ, અમૃતભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ, રમેશભાઈ મુછડીયા, મુકેશભાઈ ડાંગર, મુકેશભાઈ સારીખડા, પ્રવિણભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાળા, નરેશભાઈ બગડા, લીલાબેન પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.