સમગ્ર ભારતમાં સ્માર્ટ સીટી હેકાથોન સર્વ પ્રથમ વખત મારવાડી યુનિવર્સિટીમાં યોજાયા બાદ રાષ્ટ્રીય સ્તરનાં દ્વિતિય વુમન હેકાથોન અંતર્ગત તાજેતરમાં ચિતકારા યુનિવર્સિટી પંજાબ કાતે એસીએમડબલ્યુ અને અરિવલ એકેડેમીના સહયોગથી યોજવામાં આવ્યું હતુ. વુમન હેકાથોનમાં મારવાડી યુનિવર્સિટી એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ હેકાથોનમાં કુલ ૩૯૮ ટીમોએ ભાગ લીદો હતો. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં મારવાડી યુનિ. ટોપ ૨૦માં સ્થાન પામી હતી. બીજા રાઉન્ડમાં ૧૦માં અને ફાઈનલ રાઉન્ડમાં ૭મો ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતુ. સમગ્ર ગુજરાતમાંથી મારવાડી યુનિ.એ હેકાથોનમાં સૌ પ્રથમ ભાગ લીધો હતો અને ફાઈનલ રાઉન્ડમાં ૭ ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત રાજયને ગૌરવ પ્રદાન કર્યું હતુ. મારવાડી યુનિ.માંથી આ સ્પર્ધામાં ‚જીકા સચીવ, વિભા સાંગાણી અને રીધ્ધી સેરસીયા એમ ૩ વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો અને આ વિદ્યાર્થીનીઓએ વિમેન સેફટી પર પ્રોજેકટ તૈયાર કર્યો હતો. અને આ પ્રોજેકટને ફાઈનલ રાઉન્ડમાં ૭મો ક્રમાંક પ્રાપ્ત થયો હતો. આ વિદ્યાર્થીર્નીઓને માર્ગદર્શિત કરવા માટે મારવાડી યુનિ.ના પ્રો. નવજયોતસિંહ જાડેજા, પ્રો. જય તેરૈયા, ડો.આર.બી. જાડેજા ટીમે સખત જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.