અબતકની મુલાકાતમાં યોગ-પ્રાકૃતિક સાધકોએ આપી માહિતી
આયુર્વેદ-યોગ અને પ્રાકૃતિક ચિકીત્સા પધ્ધતી ભારતની વિશ્ર્વને સૌથી મોટીદેન છે ભારતમાં રૂષીકાળથી પ્રાચીન ઉપચાર પધ્ધતીને ફરી વ્યાપક બનાવવી જરૂરી છે.
અબતકની મુલાકાતે આવેલ મીડોઝ વેલનેસના એમડી નિલેષભાઈ કાછડીયા પતંગલીના પ્રભારી દિપકભશઈ પટેલ અને હર્ષદભાઈ યાજ્ઞીકે જણાવેલ કે,
યોગ , આયુર્વેદ, નેચરોપેથી સાથે પંચકર્મ અને યોગ્ય આહાર પધ્ધતિથી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાના લક્ષ્ય સાથે પતંજલી યોગપીઠ હરિદ્વારને કર્મભૂમિ બનાવી સારાએ વિશ્વમાં ‘ ‘ કરો યોગ , રહો નિરોગ ’ ’ સૂત્રને સાકાર કરવા અથવા પ્રયત્નો કરતાં સ્વામિ રામદેવજીની પ્રેરણાથી રાજકોટ અને જુનાગઢ ખાતે મીડોઝના નામથી પતંજલી વેલનેશના રૂપમાં લોકોનું આરોગ્યમય જીવન બને તે માટે કામ કરી રહ્યું છે.
આ કામને ગતિ આપવા યોગ કોચ , યોગ શિક્ષકો, સાધકો અને યોગમાં રસ ધરાવતા તમામ લોકો માટે તા . 31-12-20રર ના શનીવારે બપોર ના 3:00 થી 7:00 દરમ્યાન સરદાર ભવન , મવડી , રાજકોટ ખાતે એક સુંદર સેમીનારનું આયોજન કરેલ છે.
આ સેમીનારમાં ગુજરાત યોગ બોર્ડના પૂર્વ ચેરમેન યોગ સેવક શિશપાલજી રાજપૂત કે જેઓ પતંજલી યોગ સમિતિના ગુજરાત રાજયના વહિવટ પ્રભારી છે તેઓ અને રમેશભાઈ ટીલાળા, પ્રકાશભાઈ વરમોરા પૂર્વ સાંસદ ડો . વલ્લભભાઈ સાથેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની યોગ પ્રેમી જનતાને આવવા . નિમંત્રણ પાઠવવામાં આવે છે . જે માટે ઓનલોઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને ફોન નંબર 99788 23458 પર નિ:શુલ્ક નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે.