બીએસએફમાં જવાબ તરીકે ફરજ બજાવતા બે ભાઇઓએ પ્રૌઢને પાઇપ વડે લમધાર્યા
કોમન પ્લોટમાં ચાલતા ભત્રીજાના કામમાં કાકાએ દખલ કરી જેસીબીના કાચ તોડી માર માર્યો
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા પ્રૌઢની અનાજ દળવાની ઘંટી પર તેના બે ભત્રીજાએ બુલડોઝર ફેરવી દઈ કાકાને માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બીએસએફના જવાન સહિત બે સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. તો સામાપક્ષે ભત્રીજાએ પણ ફરિયાદ નોંધાવી હતી જેમાં કોમન પ્લોટમાં ચાલતા કામકાજમાં કાકાએ દખલગીરી કરી જેસીબી ના કાચ ફોડી માર માર્યાનું જણાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પીપળીયા ગામે રહેતા અને અનાજ દળવાની ઘંટી ધરાવતા ગોવિંદસિંહ નરવિરસિંહ જાડેજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમના બે ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ કાલે પોતે રાબેતા મુજબ પોતાની અનાજ દળવાની ઘંટીએ ગયા ત્યારે ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા નામના બે ભત્રીજા બુલડોઝર લઈને ધસી આવ્યા હતા. જ્યાં જૂના મનદુખનો કઈ ખાર રાખી તારે અહીંયા દુકાન ખોલવાની નથી તેમ કહીને ગોવિંદસિંહ જાડેજા સાથે માથાકૂટ કરી હતી. એટલું જ નહીં પરંતુ તેમના બંને ભત્રીજાએ કાકા ગોવિંદસિંહને પાઈપથી માર મારી દુકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. જેથી પ્રૌઢને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સામાપક્ષે પણ ઓમદેવસિંગ મહિપતસિંહ જાડેજા નામના 32 વર્ષના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ગામના કોમન પ્લોટમાં મકાનનો પાયો ખોદાતો હતો. જ્યાં ફરિયાદીના કાકા ગોવિંદસિંહ જાડેજા ત્યાં આવી જેસીબીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.એ.ગઢવી સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી બીએસએફ જવાન હોવાનુ સામે આવ્યું છે.
પોલીસે બંને પક્ષે સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
આંઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જેમાં તેને કસ્ટડીમાં પોલીસે 70 લાખ જેટલી રકમ રિકવર કરી હતી. ત્યારબાદ વધુ 2 દિવસની કસ્ટડી મળતા પોલીસે 20 લાખ જેટલી રકમ રિકવર કરી હતી. આમ પોલીસે આરોપી વેપારી પાસેથી કુલ લગભગ 91,62,750 જેટલી માતબર રકમ રિકવર કરવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.