રાજકોટ રેન્જના પાંચેય જિલ્લામાં હોટલો, ફાર્મહાઉસમાં થર્ટીફર્સ્ટની યોજાતી મહેફીલ પર બાજ નજર રાખવા આઈ.જી. અશોક યાદવનો આદેશ
ફુટ પેટ્રોલીંગ, ડે-નાઇટ કોમ્બીંગ અને ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધરાયું
31 ડિસેમ્બરની ઉજવણીમાં ભાન ભૂલી નશો કરી યુવા ધન કાયદો અને વ્યવસ્થા ડહોળે નહી તે માટે રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવે પાંચેય જિલ્લાના એસ.પી. ને કડક હાથે કામ લેવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે ફુટ પેટ્રોલીંગ અને ડે-નાઇટ કોમ્બીંગ અને ચેક પોસ્ટ પર સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
31″ ડિસેમ્બર અનુસંધાને પોલીસની અલગ અલગ ટીમો બનાવી હોટલ/ધાબા/ ગેસ્ટ હાઉસ/ ફાર્મ હાઉસ તથા અંતરીયાળ વિસ્તારમાં આવેલ વાડીઓ/ ખેતરો અવાવરૂ જગ્યાઓ ખાતે સધન ચેકીંગ કરી કોઇ પણ અનઅધિકૃત કૃત્ય જણાય આવ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અપીલ કરવામાં આવે છે કે, 31 ડિસેમ્બરની ઉજ્જવણી તમામ પ્રજાજનો શાંતિપુર્વક અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમજમોડી રાત્રીના સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા અપીલ કરેલ છે,
આજુબાજુમાં કોઇ કેફી દ્રવ્યનું સેવન, વેચાણ કે હેરાફેરી થતી હોય તો તુરત પોલીસ કંટ્રોલરૂમ નો અથવાનજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો તથા આજુબાજુના એરીયામાં કોઇ અસામાજીક તત્વો કોઇ પણ જાતની હેરાનગતી કે ટોળાશાહી કરતા હોય સુલેહ શાંતિનો ભંગ કરતા હોય તો તુરત જ પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો, માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.