‘દેશભકિત સાબિત કરવા સિનેમા ઘરમાં રાષ્ટ્રગાન વેળા ઉભા રહેવાની જરૂર નથી’
શું સિનેમામાં રાષ્ટ્રગીત વગાડી દેશભકિત નકકી થઈશકે? સુપ્રીમ કોર્ટે આ સવાલ ઉઠાવ્યો છે. દેશભકિત સાબિત કરવા સિનેમામાં રાષ્ટ્રગીત વેળા ઉભા રહેવાની કે ઉભા થઈ જવાની જરૂર નથી. તેમ દેશની ટોચની અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સિનેમાઘર પછી તે સિંગલ સ્ક્રીન થિએટર હોય કે મલ્ટીપ્લેકસ હોય કોઈપણ ફિલ્મ શરૂ થાય તેની પહેલા રાષ્ટ્રગીત જનગણ મન વગાડવામાં આવે છે. આવું સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ જ ફરજિયાત કરવામાં આવ્યું છે.
સુપ્રીમ અદાલતના ચીફ જસ્ટીશ દીપક ચૌરસિયાએ જણાવ્યું હતુ કે દેશની વડી અદાલતે ગયા વર્ષે એવો આદેશ આપ્યો હતો કે સિનેમા ઘરોમાં ફિલ્મ દર્શાવતા અગાઉ જનગણમન રાષ્ટ્રગાન વગાડવું ફરજીયાત રહેશે. પરંતુ લોકોએ રાષ્ટ્રગાન વખતે ઉભા થવાની કે ઉભા રહેવાની જરૂર નથી.
ચીફ જસ્ટીશ દીપક ચૌરસીયા અને તેમની સાથે ત્રણ જજોની પેનલ દ્વારા આ નવો ફેંસલો સંભળાવવામાં આવ્યો છે. તેમની સાથે બેંચમાં કે કે વેણુગોપાલ, ચંદ્રચૂડ સિંઘ, શ્યામ નારાયણ ચોકસી વિગેરે સામેલ હતા. તેમણે કહ્યું કે દરેક સિનેમાઘરોમાં મૂવી શરૂ થાયત પહેલા રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત પરંતુ તે દરમિયાન ઉભા થવું કે નહી તે દરેકની અંગત મનસૂફી પર ડીપેન્ડ કરે છે. દેશભકિત કોઈના માથે થોપી શકાય નહી. સુપ્રીમે સવાલ કર્યો કે શું સિનેમામાં રાષ્ટ્રગીત વગાડી દેશભકિત નકકી થઈ શકે?