મેષ રાશિફળ (Aries):
આજે તમને સંતાન તરફથી આનંદના સમાચાર મળશે. નવા ખર્ચાઓ આવશે. તમારી સામે ખોટો આરોપ પણ લગાવી શકાય છે. તેથી સાવધાન રહો. આજે ગુસ્સા પર વિશેષ નિયંત્રણ રાખો. વેપારમાં નફો મળવાની સંભાવના છે. વેપાર ક્ષેત્રે પ્રગતિ થશે. કાર્યક્ષેત્રમાં લાભની શક્યતા છે. આજે તમારો મૂડ સવારથી જ સારો રહેશે
વૃષભ રાશિફળ (Taurus):
આજે શક્તિ અને સંપત્તિમાં વૃદ્ધિનો યોગ છે. આ સિવાય લાંબા સમયથી ચાલતી કાયદાકીય બાબતોમાં જીતવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં તમે સફળતાની ટોચ પર પહોંચશો. સ્થાયી મિલકતના વ્યવસાયથી નફો થશે. સંતાનની સફળતાના સમાચારથી મન પ્રસન્ન રહેશે. આજે નોકરી, વ્યવસાય અને રાજકીય ક્ષેત્રે પ્રગતિની સ્થિતિ રહેશે. વડીલો કાર્યક્ષેત્રમાં દરેક રીતે મદદ કરશે. ખર્ચમાં ઘટાડો કરો, નહીં તો તમારે ભોગવવું પડી શકે છે.
મિથુન રાશિફળ (Gemini):
આજે દિવસના પહેલા ભાગમાં પારિવારિક જીવનમાં થોડી અશાંતિ રહેશે. તમારે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે, કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. ક્ષેત્રમાં પ્રગતિ માટે ઘણો અવકાશ છે. વેપારમાં ઉતાર -ચઢાવ આવશે. સાંજે દૂર અથવા નજીકના પ્રવાસનો યોગ છે. આજે કોઈ કામ માટે વધારે ખર્ચા થશે. વિવાદના કારણે કાર્યસ્થળ પર તણાવ આવી શકે છે. તેથી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સંબંધો માટે પણ જવાબદાર બનો નહીં તો વસ્તુઓ ખોટી થઈ શકે છે.
કર્ક રાશિફળ (Cancer):
આજે રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં તણાવની સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે સતત મહેનતની જરૂર છે. આજે પરિવારમાં સંપત્તિને લઈને થોડો તણાવ પણ ઊભો થઈ શકે છે. સાંજ દરમિયાન વેપારમાં લાભની આશા રહેશે. આજનો દિવસ તમારા માટે સમૃદ્ધ છે. આજનો દિવસ તમારી તરફેણમાં છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. વધુ પડતા કામના કારણે સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કલા અને સાહિત્યમાં પ્રતિષ્ઠા વધશે.
સિંહ રાશિફળ (Leo):
કાર્યક્ષેત્રમાં વડીલની મદદથી વ્યવસાયમાં પ્રગતિ થશે. ઘરમાં કોઈ નજીકના સંબંધીના આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઈ શકે છે. યુવાઓ પોતાની પ્રતિભાને ઓળખે. સંપૂર્ણ ઊર્જા સાથે પોતાના ભવિષ્યને લગતા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખે. આજનો દિવસ કામ સુધારવામાં વિશેષ યોગદાન આપી રહ્યો છે. નિષ્ણાતની સલાહ પછીથી તમારા માટે ઉપયોગી સાબિત થશે.
કન્યા રાશિફળ (Virgo):
આત્મવિશ્વાસ અને ક્ષમતા સાથે કોઈ મુશ્કેલ કાર્ય પણ આજે સફળતાથી પૂરું થઈ શકે છે. શિક્ષણની દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે. રાજકીય-સામાજિક ક્ષેત્રે નવા સંપર્કો બનશે. શિક્ષણ ક્ષેત્રે વિશેષ પ્રગતિ કરીને સમાજમાં તમને સન્માન મળશે. તમારે વ્યર્થ મુસાફરી કરવી પડી શકે છે. મનમાં ભક્તિ ભાવનાનો વિકાસ થશે. તે તમારા હરીફો માટે માથાનો દુ:ખાવો રહેશે. પરિવારમાં પણ તમારા પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી વધશે. રાત્રિ દરમિયાન કોઈ શુભ કાર્યમાં સામેલ થવાની તક મળી શકે છે
તુલા રાશિફળ (Libra):
પતિ-પત્ની સાથે સારો સમય પસાર કરશો. પરિવારમાં વધુ પડતો ખર્ચ થશે, એક અથવા બીજા કારણસર બિનજરૂરી ખર્ચ થતો રહેશે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સારી તક તમને ગુમાવી શકો છો. આજે તમારો પ્રભાવ અને મહિમા વધશે. તમને ક્યાંકથી સારા સમાચાર મળશે
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
દૂર રહેતા ભાઈ -બહેનો સાથે સંપર્ક થઈ શકે છે. લોકો દ્વારા બોલાયેલા શબ્દો મન પર ઊંડી અસર કરતા હોય તેવું લાગે છે. હાલમાં, તમારા કામ અથવા નિર્ણય વિશે કોઈની સાથે ચર્ચા ન કરો. લોકો તરફથી મળેલી કમેન્ટ્સને કારણે તમારા મનમાં કોઈ કામ અધૂરું છોડી દેવાનો વિચાર આવી શકે છે, પરંતુ આવું કરવું તમારા માટે નુકસાનનું કારણ બની રહેશે. હાથમાં રહેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરો.
ધન રાશિફળ (Sagittarius):
જોકે કાર્યક્ષેત્રમાં થોડો તણાવ હોઈ શકે છે પરંતુ તેને તમારા પર ભારે થવા ના દો. કોઈ જૂની સમસ્યા આજે ઉકેલાઈ શકે છે. તમને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળશે. તમે ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી-વિચારીને પોતાનું કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. અન્ય લોકોની ભૂલને માફ કરો અને સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારો વિશેષ પ્રયાસ રહેશે.
મકર રાશિફળ (Capricorn):
સંતાન તરફથી કેટલીક સમસ્યાઓ આવી શકે છે. માનસિક સ્થિતિમાં વારંવાર ફેરફાર જોવા મળે છે. નકારાત્મક બાબતોની અસર વધવા લાગશે જેના કારણે અત્યાર સુધી કરેલા કામ પણ નકારાત્મક લાગવા લાગશે. આજે તમારે પોતાને આરામ આપવાનો પ્રયાસ કરવો પડશે. વર્તમાન સમયમાં કામ સંબંધિત વિચારોથી પોતાને દૂર રાખો.
કુંભ રાશિફળ (Aquarius):
કલા, રમતગમત અને સાહિત્ય ક્ષેત્રે આવતી અડચણ દૂર થવાની સંભાવના છે. તમારા બનતા કાર્યોમાં મોટાભાગે વિઘ્ન આવવાનું કારણ તમારી બેદરકારી અને આળસ જ રહેશે. તમારા આ અવગુણોને અટકાવશો તો તમારા વ્યક્તિત્વમા વધારે નિખાર આવી શકે છે. ખોટા વાદ-વિવાદથી દૂર રહો તો સારું. ઉતાવળ અને બેદરકારીના કારણે તમારા કાર્યો ખરાબ થઈ શકે છે. ધૈર્ય અને શાંતિ જાળવી રાખો. બાળકો ઉપર વધારે રોકટોક કરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો.
મીન રાશિફળ (Pisces):
જો તમે તમારી બુદ્ધિ અને કુશળતાનો તમામ ક્ષેત્રોમાં ઉપયોગ કરશો તો તમને સફળતા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ક્ષેત્રમાં આવતી મૂંઝવણનો આજે અંત આવશે. આ સમય તમને કોઈ અટવાયેલું વ્યક્તિગત કાર્ય કોઈ રાજનૈતિક વ્યક્તિની મદદથી ઉકેલાઈ શકે છે. તમારી ફિટનેસ માટે કરવામાં આવેલી કોશિશનું અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. સોસાયટીને લગતા કોઈ મામલે તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે.