ઈન્ટરનેટ પર બ્લૂ વ્હેલ ગેમ રમતી 19 વર્ષની છોકરીએ ધારદાર હથિયારથી તેના હાથ પર 25 કટ કરી લીધા હતા. ત્યારપછી પણ તે સુસાઈડમાં સફળ ન થઈ તો તેણે છત પરથી કુદીને જીવ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના સભ્યો તેને ડોક્ટર્સ પાસે લઈ ગયા હતા. ત્યાં ડોક્ટર્સે 100 ટાંકા લઈને તેના કટ સાંધ્યા હતા અને તેનો જીવ બચાવ્યો હતો. છોકરી મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રહતી હતી અને થોડા દિવસ પહેલાં જ દાહોદ બહેનના ઘરે આવી હતી. નોંધનીય છે કે રશિયામાં બનેલી આ ગેમના કારણે ભારત, ચીન, અમેરિકા, ઈરાન સહિત ઘણાં દેશોમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે સાડા ત્રણ વાગે છોકરી બાથરૂમમાં ગઈ હતી અને ટાસ્ક પૂરો કરવા માટે તેણે 15 મિનિટમાં હાથમાં કટ લગાવ્યા હતા. છોકરીની હાલત જોઈને બહેનની સાસરી વાળા લોકો ગભરાઈ ગયા હતા અને તેને તુરંત હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટર્સે તેના 25 કટ પર 100 ટાંકા લીધા હતા. હાલ છોકરી હવે તેના બહેનના ઘરે આરામ કરી રહી છે. છોકરીનો ઈલાજ કરનાર સાઈકોલોજિસ્ટે જણાવ્યું, અમે પીડિતાની માનસિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કારણકે તેણે અત્યાર સુધી બે વાર સુસાઈડનો પ્રયત્ન કર્યો હતો. હાલ તેની સ્થિતિ કંટ્રોલમાં છે.

કોઈ મને મારવાની ધમકી આપતું હતુંપિતાએ જણાવ્યું કે, તેમની દીકરી આખી આખી રાત ફોનમાં બિઝી રહેતી હતી. સરખું ઉંઘતી પણ નહતી. તેના વર્તનમાં પણ ચિડિયાપણું આવી ગયું હતું. 21 સપ્ટેમ્બરે અમે તેને હોસ્પિટલ પણ લઈ ગયા હતા. પરંતુ ત્યારે મોહર્રમ હોવાથી તેને એડ્મિટ ન કરી શકાઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.