અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર મહારાજના ચરણે ભાવવંદના કરતા મહાનુભાવો

જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્ર્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે  સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પર હિતસુખાય સતત વિચરતા રહ્યા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્ર્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા. પ્રમુખ સ્વામિ શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ બીએપીએસના સંગીતવૃંદ દ્વારા 4:45 વાગ્યે ધૂન – કીર્તન  સાથે  થયો હતો.

13 4

પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર બીએપીએસના પૂ.આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતી ઉદ્યાનની રચના કરવામાં આવી છે, જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્ર્વને થાય તે છે. પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધાના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. આ નગરમાં મુખ્ય 6 વિષયો આવરી લેવામાં છે. જેમાં પ્રકૃતિમાં શ્રદ્ધા, દેશમાં શ્રદ્ધા, વિશ્વમાં શ્રદ્ધા, ગુરૂમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દ્રઢપણે માનતા હતા કે, “ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે.”

બીએપીએસના વરિષ્ઠ સંત અને પ્રમુખસ્વામી મહારાજની ચાર દાયકાઓ કરતાં વધુ સમયની અભૂતપૂર્વ વિચરણ યાત્રાના સાક્ષી એવા વિવેકસાગર સ્વામીએ  ‘સૌનું કલ્યાણ કરતી વિરલ સંત સરિતા’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વિક્રમી વિચરણની ગાથાને વર્ણવી હતી. તેમણે જણાવ્યું,  પ્રમુખસ્વામી મહારાજે કલાકો સુધી વિચરણમાં પત્રલેખન પણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનથી લાખોના જીવન બદલાઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે. આજે 2,00,000 આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે.

પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે 162 પ્રવૃતિઓ વિકસી, 1000 સાધુ બનાવ્યા, 1200 મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી. સત્યયમિત્રાનંદગીરીજી કહેતા કે આદિ શંકરાચાર્ય પછી આવું વિચરણ કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય મહંતસ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે.

મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ,”વિચરણ કરવાથી સત્સંગ વધે છે, હરિભક્તો રાજી થાય અને ભગવાનની સેવા થાય. નીર વહેતા ભલા અને સંત તો ચલતા ભલા” એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે અને ભીડો વેઠીને વિચરણ કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે ગુરુ સામે દ્રષ્ટિ રાખીને વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ “સૌમ્યમૂર્તિ” હતા અને આવા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા પધારેલા સૌ મહાનુભાવોને વંદન કરું છું અને તેમણે પ્રમુખસ્વામી મહારાજ માટે અંતરની લાગણીઓ કહી છે.

પતંજલિ યોગપીઠના સ્થાપક, યોગાચાર્ય યોગઋષિ બાબા રામદેવજીએ જણાવ્યું હતું કે આ શતાબ્દી મહોત્સવ એ સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ છે અને આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે. મેં  મારી આંખો થી 3 કુંભના દર્શન કર્યા છે પરંતુ અહી અમદાવાદ માં 600 એકર માં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું. 1000 થી વધારે વિવેકી, સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને “ગુરૂમુખી” સંતો અને સ્વયંસેવકોના દર્શન થઈ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ એ સનાતન ધર્મના ગૌરવરૂપી મહોત્સવ છે.મેં  આજથી 30 વર્ષ પહેલાં પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ લીધા હતા ત્યારે મને કોઈ જાણતું નહોતું પરંતુ અત્યારે આખા વિશ્વમાં ભારતીય યોગનો પ્રચાર થઈ રહ્યો છે એવા સમર્થ ગુરુ હતા પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહિ પરંતુ વૈદિક સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન પુરુષ છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી સૌમાં ઊર્જા આવી જતી હતી. જ્યાં આવીને વાણી મૌન થઈ જાય અને નિશબ્દ થઈ જવાય એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને ભવ્યતા છે.

પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતોના દર્શન કરીએ ત્યારે તેમાં પ્રમુખસ્વામી મહારાજના જ દર્શન થાય છે.કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરતાંની સાથે જ પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિનાં દર્શન કર્યા અને મેં તેમની પ્રેમ અને વાત્સલ્યભરી આંખોનું તેજ અનુભવ્યું. મારું સૌભાગ્ય છે કે લંડન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે મને ત્યાં હાજર રહેવા મળ્યું હતું અને મારું જીવન ધન્ય બની ગયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.