ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. જે પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 108 સેવાની મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યુ છે. રાજ્યમાં આપતકાલમાં જીવનરક્ષક 108 સેવાઓના નવા ટેકનોલોજી યુકત અભિગમ 108 મોબાઇલ એપનું લોન્ચીંગ કર્યુ છે.
આ મોબાઇલ એપ સ્માર્ટ ફોન ધારકો ગૂગલ પ્લેસ્ટોરમાં જઇને ડાઉનલોડ કરી શકે છે. 108ની આ મોબાઇલ એપને કારણે મદદ માંગનારા વ્યકિતનું લોકેશન ઘટના સ્થળની સચોટ માહિતી મળી શકશે. જેથી જીવનરક્ષક સેવા વધુ ઝડપી બનશે.
ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જ્યાં આ પ્રકારની મોબાઇલ એપના આધારે મદદ માંગનાર વ્યકિત પણ પોતાના ફોનમાં જ 108 એમ્બ્યુલન્સનું તેના સુધી પહોચવાનું અંતર અને સમયની જાણકારી ગુગલ મેપથી મેળવી શકશે.