યુપીએલ અને એઈમ્સએ ‘કિલનિકલ ટોકિસકોલોજી’ પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો કૃષિમાં વ્યવાસાયિક આરોગ્ય પરિસ્થિતિઓ અંગે જાગૃતિ લાવવાનું આયોજન
‘પોઇઝિનિંગ’ એ વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય માટે મોટું જોખમ છે. ભારતમાં પોઇઝનિંગની ઘટનાઓ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ થાય છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે પોઇઝનિંગથી 50,000 લોકોનાં મૃત્યુ થાય છે, જેમાં સાપ કરડવાથી અને કૃષિ જેવા કામકાજનાં સ્થળનાં જોખમથી થતાં મૃત્યુનો પણ સમાવેશ થાય છે. તાજેતરનાં અભ્યાસ પ્રમાણે, વિશ્વમાં સાપ કરડવાથી થતા મૃત્યુમાં 80 ટકા હિસ્સો ભારતનો છે.
આ સ્થિતિમાં એ જરૂરી બની જાય છે કે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ડોક્ટરો આ પ્રકારની ઇમરજન્સીમાં સારવાર આપવા સુસજ્જ અને તાલીમબધ્ધ હોય.વૈશ્વિક સ્તરે અગ્રણી કૃષિ કંપનીઓમાં સ્થાન પામતી યુપીએલે હૈદરાબાદ, નાગપુર અને રાજકોટ ખાતેની AIIMS અને ફિઝિશિયન્સના સ્થાનિક એસોસિએશન્સ સાથે મળીને ડોક્ટરોને ટોક્સિકોલોજી ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે તાલીમ આપવા પરિસંવાદોનું આયોજન કર્યું હતું.
‘ઓક્યુપેશનલ હેલ્થ-એગ્રીકલ્ચર’ વિષય પરના પરિસંવાદનો હેતુ મેડિકલ હેલ્થકેર પ્રોફેશનલ્સમાં કૃષિ ક્ષેત્રમાં વ્યાવસાયિક આરોગ્ય સંબંધિત જોખમ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ ઉપરાંત મેડિકલ જગત, ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા મેડિકલ હોસ્પિટલોનાં ડોક્ટરોને નિદાન અને સારવારની યોગ્ય પધ્ધતિનો સીધો સંદેશ આપવાનો હતો. આ પરિસંવાદો દ્વારા અત્યાર સુધી 1200થી વધુ ડોક્ટરોને તાલીમ આપવામાં આવી છે.
તાજેતરમાં પીડીયુ મેડિકલ કોલેજ, રાજકોટ અને એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયાના સહયોગમાં ‘ઓક્યુપેશનલ હેલ્થ-એગ્રીકલ્ચર’ વિષય પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે પીડીયુ મેડિકલ કોલેજ, રાજકોટના ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજીના ડો. એચ સી ક્યાડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સ્તરના ડોક્ટરોએ સાપ કરડવો અને જંતુનાશકો સહિતનાં પોઇઝનિંગ વચ્ચે ભેગ પારખવાની જરૂરી છે, જેથી દર્દીને જરૂરી સારવાર આપી શકાય. પોઇઝનિંગનાં સૌથી સામાન્ય કેસો કોબ્રાનો ડંખ, તરંગ પેદા કરતાં દ્વવ્ય, ધતુરા, ભાંગ વગેરેનાં વધુ પડતા સેવનનાં હોય છે.
ચોક્કસ સારવાર પધ્ધતિ અપનાવવા માટે અલગ અલગ પોઇઝનિંગને ઓળખવાની જરૂર છે. યુપીએલના પ્રેસિડન્ટ સાગર કૌશિકે જણાવ્યું હતું કે, ક્રોપ પ્રોટેક્શન ઇન્ડસ્ટ્રીએ પર્યાવરણ સાનુકુળ પાક સંરક્ષણ પ્રોડક્ટ્સ રજૂ કરી છે, જેમાં પેસ્ટ ક્ધટ્રોલ અને પ્લાન્ટ હેલ્થ માટે બાયોલોજી કલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુપીએલની આદર્શ ફાર્મ સર્વિસિસ દ્વારા યાંત્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેડૂતો અને શ્રમિકો દ્વારા કરવામાં આવતા સ્પ્રેનું પ્રમાણ છેલ્લાં પાંચથી છ વર્ષમાં લગભગ શૂન્ય થઈ ગયું છે.
પરિસંવાદમાં અરૂણ મહેશ બાબુ, એમએસઅ, આઇએએસ કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, રાજકોટ અને બાળ અને કલ્યાણ મંત્રી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, રાજકોટના સેમિનારમાં મેડિકલ ટોક્સિકોલોજિસ્ટ, ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ, ફિઝિશિયન્સ, પેસ્ટિસાઇડ્સ રેગ્યુલેટર્સ, મેડિકોલીગલ એક્સપર્ટ, મેનેજમેન્ટ એક્સપર્ટ સહિતની એક્સપર્ટ ફેકલ્ટી હાજર રહી હતી અને તેમણે કૃષિ ક્ષેત્રમાં વ્યાવસાયિક જોખમ સમજવા માટે કૃષિ અને આરોગ્ય એક મંચ પર આવે તે માટેનાં પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને પોતાનો સહયોગ આપ્યો હતો.