ખીજ જેની ખટકે નહીં, જેને રદિયે મીઠી રીઝ…
સવારથી જ સોનલબીજની ભવ્ય ઉજવણી કરાઈ, રાત્રે લોક ડાયરામાં નામાંકીત કલાકારો હાજર રહીને દુહા-છંદ, લોકગીત, ભજન અને ચારણી સાહિત્યની રમઝટ બોલાવી
કેશોદ નજીક આવેલાં મઢડા સોનલધામ એ આઈ સોનલમા નું જન્મસ્થાન છે ત્યારે કણેરી સોનલધામ એ આઈ સોનલમા નું કર્મસ્થાન છે બન્ને સ્થળોએ સોનલબીજ આઈ સોનલમા નો 99મો જન્મદિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કેશોદના મઢડા સોનલધામ અને કણેરી સોનલધામ ખાતે સવારથી જ ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. સવારથી સોનલબીજ ની ઉજવણી કરવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને રાત્રીના ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્ય નાં નામાંકિત કલાકારો હાજર રહીને દુહા છંદ લોકગીત ભજન અને ચારણી સાહિત્ય ની રમઝટ બોલાવી હતી અને ભાવિકો ભક્તો દ્વારા રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
કેશોદ ધારાસભા મતવિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના રાજકીય આગેવાનો એ હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધાં હતાં. આઝાદીના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને આઈ સોનલમા એ ક્ધયા કેળવણી માટે ખુબ પ્રવાસ કરી ઝુંબેશ ચલાવી હતી અને ચારણ ગઢવી બારોટ સહિત અઢારેય વરણની દીકરીઓને શિક્ષણ આપવામાં આવે એ માટે ઠેર ઠેર ક્ધયા છાત્રાલય શરૂ કરાવ્યાં હતાં. કેશોદના કણેરી ગામે સોનલધામ ખાતે યોજાયેલા લોકડાયરામાં ચારણી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ગાંડી ગીરનું ઘરેણું રાજભા ગઢવી એ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ચારણ સમાજના સોનલ આઇમાં એ પોતાના સમાજ થી લઈ દરેક સમાજમાં શિક્ષણ ક્રાંતિ સર્જી હતી.રાજાશાહી અને નવાબકાળ સમયે સોનલઆઇ માં એ જુનાગઢ, ભાવનગર, પોરબંદર સહિત લોક જાગૃતિ લાવવા પ્રવાસ ખેડ્યાં હતાં.કેશોદના મઢડા સોનલધામ અને કણેરી સોનલધામ ખાતે સોનલ બીજ ને લઈ દિવસ દરમ્યાન શોભાયાત્રા, યજ્ઞ, મહા પ્રસાદ, દાંડીયા રાસ, મહા આરતી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.કેશોદ આસપાસના વિસ્તારોમાં મઢડા સોનલધામ અને કણેરી સોનલધામ એ ભાવિકો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
લોકડાયરામાં દેવરાજ ગઢવી-રાજભા ગઢવી પર થયો રૂપિયાનો વરસાદ
સોનલધામ ખાતે રવિવારે સોનલ બીજની સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ રાતે ભવ્ય લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો. જેમાં નામાકીત લોકગાયકોએ પોતાની આગવી છટ્ટામાં ઉ5સ્થિત રહી ચાહકોને લોકસાહિત્યનું રસપાન કરાવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. સોનલબીજના અવસર પર યોજાયેલા આ લોકડાયરામાં રસિકોએ રાજભા ગઢવી પર પૈસાનો વરસાદ કર્યો હતો.