ચોર- લૂંટારાથી ઘેરાયેલી આ દુનિયામાં મધ્યમ વર્ગીય નાગરિકો માટે પોતાની જણસને સુરક્ષિત રાખવા માટેનું એક માત્ર સ્થળ એટલે બેંકનું લોકર..! પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવા કિસ્સા બનતા હતા જેમાં પોતાના દાગિના બેંકમાં રાખ્યા હોવા છતાં કોઇને કોઇ કારણોસર તે ગેરવલ્લે થવાના કેસમાં બેંક લોકર ધરાવનારાઓને નુકસાન ભોગવવું પડતું હતું કારણ કે બેંકો પોતાના મનઘડત નિયમો દેખાડીને હાથ ઉંચા કરી દેતી હતી. જો કે હવે રિઝર્વ બેંક દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છૈ જેમાં બેંકોને વધુ જવાબદાર બનાવીને ગ્રાહકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ નવા નિયમો આગામી 1 લી જાન્યુઆરી -2023 થી અમલ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
અમુક એવા કિસ્સાઓ નોંધાયા હતા જેમાં બેંકનાં કર્મચારીઓ છેતરપિંડી કરીને ગ્રાહકનાં લોકરમાંથી માલ ઉઠાવી ગયા હતા, અથવા તો બેંક સ્ટાફની ભૂલનાં કારણે એક લોકરના સ્થાને બીજુ લોકર તોડી નખાયું હતું અને તે લોકર ધારકનાં ઘરેણા ગૂમ થઇ ગયા હતા. આવા કિસ્સામાં અગાઉ બેંક નુકસાન ભરપાઇ કરવાને બદલે હાથ ઉંચા કરી દેતી હતી. પરંતુ હવે આવા કિસ્સાઓમાં બેંકને નાણા ચુકવવા પડશે. કારણ કે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ અનુસાર હવે દરેક બેંકને પોતાના લોકર ખાતાધારક સાથે એક ઐગ્રિમેન્ટ કરવાનો રહેશૈ જેમાં બેંકની જેટલી જવાબદારીઓ આવે છૈ તેની વિગતો કબુલવાની રહેશે. આમ તો ઓગસ્ટ-22 માં આ નવા નિયમો તૈયાર થયા હતા પણ રિઝર્વ બેંકે દરેક બેંકોને આ નિયમો પ્રમાણે એગ્રિમેન્ટ કરી લેવાનો બેંકોને 1 લી જાન્યુઆરી-23 સુધીનો સમય આપ્યો હતો.
આ નિયમની એક સૌથી મહત્વની જોગવાઇ એ છે કે કોઇ કુદરતી આફત વખતે પણ ગ્રાહકની જમા પૂંજી સાચવવાની જવાબદારી બેંકની રહેશે અથવા તો બેંકને નુકસાન વળતર ચુકવવાનું રહેશે. વળી આ એગ્રિમેન્ટ એકદમ સરળ રાખવાની અને તેમાં બેંકો દ્વારા ગ્રાહકોની સમસ્યા વધે તેવી એવી કોઇ એકતરફી જોગવાઇ નહી કરવાની સુચના આપવામાં આવી છે. જેમાં બેંકની ઓફિસની જગ્યાની સુરક્ષાની જવાબદારી બેંક ઉપર રાખવામાં આવી છે. આ નિયમો અનુસાર, ચોરી થવી, લૂટ થવી, છેતરપિંડી થવી બિલ્ડિંગ પડી જવું, કે પૂરનાં પાણી ભરાઇ જવા જેવી ઘટનાઓમાં બેંક પોતાની જવાબદારી માંથી છટકી શકશે નહીં.
હવે બેંકોને તેમના લોકરરૂમમાં સી.સી.ટી.વી કેમેરા ફરજીયાત લગાવવા પડશે. જેનાથી લોકરરૂમમાં શું ચાલી રહ્યું છે તેની બેંક મેનેજર ને જાણ રહેશે. વળી આ કેમેરાનું રેકોડીગ છ મહિના સુધી સાચવવાનું રહેશે તેથી કોઇ ગ્રાહકનાં લોકર સાથે છેડછાડ થાય તો તેનું રેકોડીંગ જોઇ શકાશે. આ ઉપરાંત જ્યારે લોકરધારક પોતાનું લોકર ઓપરેટ કરશે ત્યારે તેને જખજ દ્વારા જાણ પણ કરવામાં આવશૈ જેનાથી કોઇ અન્ય વ્યક્તિ લોકર ખોલતો હોય તો લોકરધારકને તુરત જ ખબર પડશે. રિઝર્વ બેંકે તો નવા નિયમો અને નવા એગ્રિમેન્ટની જાણ કરતા મેસેજ મોકલવાનું પણ બેંકોને કહ્યું છે.
અત્યાર સુધી બેંકમાં ઉપલબ્ધ લોકર કોને આપવા તેનો નિર્ણય બેંકના મેનેજમેન્ટને કરવાનો રહેતો હતો. તેથી તેમાં સંબંધો અને પહોંચ હોય તેને પહેલા લોકર મળી જતાં હતા. હવે દરેક બેંકને પોતાની બ્રામચમાં રહેલા લોકરોની યાદી જાહેરમાં લગાવવાની રહેશે. અને વેઇટિંગ લિસ્ટમાં આપનું નામ ક્યાં છે તે પણ જણાવવાનું રહેશે. જો કે આ સાથે જ રિઝર્વ બેંકે તમામ બેંકોને લોકરનાં બદલામાં ગ્રાહક પાસે ફિક્સ ડિપોઝીટ માગવાની સત્તા આપી છે. સામાન્ય રીતે તે ત્રણ વર્ષની હોઇ શકે છે.
અહીં ગ્રાહકને પોતે ચુકવેલા લોકરનાં ભાડાંના 100 ગણા જેટલા નાણાનું વળતર ચુકવવાની જોગવાઇ કરવામાં આવી છે. ખેર, પ્રથમ દ્રશ્ટિઐ આ આંકડો મોટો દેખાય છૈ પણ ઘણા કિસ્સાઓમાં આ આંકડો નાનો બની શકે છે. દાખલો જોઇઐ તો કોઇપણ ગ્રાહકે એક લોકરમાં પોતાની પત્નીનાં લગ્ન વખતે ચડાવાયેલા સોનાને લોકરમાં મુક્યું હોય તો બન્ને પક્ષનું મળીને આશરે 70 થી 80 ગ્રામ સોનું તો હોય જ. જેની આજે બજાર કિંમત ચાર લાખ રૂપિયા જેટલી થઇ શકે છૈ. હવે જો કોઇ બેંક ગ્રાહક પાસે થી બેંક લોકરનાં ભાડાં પેટે 2000 રૂપિયા વસુલતી હોય તો ગ્રાહકને વધુમાં વધુ 2,00,000 રૂપિયા વળતર તરીકે મળી શકે. વ્યવહારિક દ્રશ્ટિઐ ગ્રાહકને અહીં 50 ટકા જેટલું નુકસાન થયા છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં બેંકો કદાચ ગ્રાહકો પાસેથી બહુ ઉંચા ભાડા વસુલવા માંડશૈ. તેથી વળતરના મુદ્દાનું ફરી અવલોકન કરવાની જરૂર છે.