સાયબર ક્રાઈમના 1536 ગુનાઓ સાથે ગુજરાત દેશમાં આઠમા ક્રમે
ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા એક વર્ષમાં સાયબર ક્રાઈમના ગુનામાં 274 ટકાનો વધારો થયો છે. 1536 ગુનાઓ સાથે ગુજરાત ભારતમાં આઠમાં ક્રમે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો. વર્ષ 2019માં 784 જેટલા ડીઝીટલ ક્રાઈમમાં જે વર્ષ 2021માં વધીને 1536 જેટલા થયા છે. જે ખુબ ચિંતાજનક છે. લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.
છેલ્લા બે વર્ષ દેશમાં સાયબર ક્રાઈમની 16 લાખથી વધુ ઘટનાઓ બની છે જેની સામે માત્ર 32 હજાર જેટલી ફરિયાદ નોંધાયેલ છે. ગુજરાતમાં વર્ષ 2017-18 માં 458, વર્ષ સાયબર ક્રાઈમ થયા હતા. વર્ષ 2021માં ગુજરાતમાં 963 જેટલા ઓનલાઈન ફ્રોડ થયા છે. મહિલાઓની જાતીય સતામણી-સેક્સક્યુઅલ હેરેસમેન્ટ, દ્રુણા, એટોરર્શનના 104 કેશ જેટલા કેશ નોધાયા છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ જેમાં વર્ષ 2017માં 458, વર્ષ 2018માં 702, વર્ષ 2019 784માં, વર્ષ 2020માં 1283, વર્ષ 2021માં 1536 જેટલા સાઈબર ગુન્હાઓ નોધાયા હતા. મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે.
આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા એ આવશ્યક બની છે ત્યારે જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવામાં આવે, ભાજપ સરકાર તમામ જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
શરમ…શરમ… રાજયમાં દુષ્કર્મની રોજ સરેરાશ પાંચ ઘટના !!
મહિલા સુરક્ષાને માત્ર ” બેટી બચાઓ” ના નારા ઉપર સીમિત કરતી ગુજરાત સરકાર મહિલા ઉપર બનતા ગુન્હાઓ માં સરકાર નિષ્ફળ ગયી છે.
ગુજરાતમાં મહિલા ઉપરના ગુન્હાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં મહિલા ઉપરના ગુન્હાઓમાં 15%નો વધારોએ રાજ્યના ગૃહ વિભાગની નિષ્ફળતા નથી તો બીજું શું છે? છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં જ 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે જે દિવસની સરેરાશ બે ઘટનાઓ ગણાય. ગુજરાત રાજ્યમાં રોજના સરેરાશ 5 જેટલા દુષ્કર્મના ગુનાહ બની રહ્યા છે. ગુજરાત રાજ્ય માં છેલ્લા 2 વર્ષમાં આશરે 3800 જેટલી દુષ્કર્મની ઘટનાઓ અને 60 થી વધુ સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે.
સમગ્ર દેશમાં અઢાર વર્ષથી નાની દીકરીઓ ઉપર દુષ્કર્મમાં અમદાવાદ પાંચમા ક્રમે છે, જ્યારે અઢાર વર્ષથી નાની દીકરીઓની જાતીય સતામણીમાં છઠ્ઠા ક્રમે છે. સરકારની આ ગંભીર ગુન્હાઓ તરફની નીરસતા, સજા દર ઉપરથી ખ્યાલ આવે છે. મહિલા ઉપરના ગુન્હાઓના આરોપીઓમાં 100 બળાત્કારના આરોપીમાંથી 79 આરોપીઓ છૂટી જાય છે.
ભાજપ સરકારના મંત્રીશ્રી, પોતાના વિજય ઉત્સવ ઉજવવામાંથી બહાર આવી ગયા હોય તો આ અતિ સંવેદશીલ મુદ્દા ઉપર ધ્યાન આપે. ચમરબંધીને છોડીશું નહિ – કડક પગલાં લેશું જેવા નિવેદન થી કઈ નહિ થાય પણ કડક, નિષ્પક્ષ કાર્યવાહી થાય તે જરૂરી છે. સરકાર કામે લાગે અને વાતોના થાય તે જરૂરી છે. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતુ.