ટીમ ઇન્ડિયાને સિરીઝ જીતવા 145નો ટાર્ગેટ પણ બેટ્સમેનોએ સાવચેતીથી રમવું ખુબ જરૂરી
અક્ષરે 3, અશ્વિન-સિરાઝે 2 અને ઉમેશ યાદવ-ઉનડકટે એક-એક વિકેટ ઝડપી
મીરપુરમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટના ત્રીજા દિવસની મેચ શરૂ થઈ ગઈ છે.બાંગ્લાદેશની ટીમે 231 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. હવે ટિમ ઇન્ડિયાને સિરીઝ જીતવા 145નો ટાર્ગેટ છે પણ બેસ્ટમેનોએ સાવચેતીથી રમવું પડશે. લિટન દાસ અને તસ્કીન અહેમદ અણનમ છે.
લિટન દાસે તેની 15મી ટેસ્ટ ફિફ્ટી પૂરી કરી. તેને 3 વખત જીવતદાન મળ્યું હતું. ત્રણેય વખત વિરાટ કોહલીએ લિટનનો કેચ છોડ્યો હતો.બીજા દિવસે જ અબતક દ્વારા લખવામાં આવ્યું હતું કે પ્રથમ ઇનિંગમાં જો ભારત 300+ રન કરશે તો ભારત સિરીઝ અંકે કરી લેશે. ત્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 87 રનની લીડ મેળવી હતી. એટલે હવે સિરીઝ અંકે કરવા ભારતની પ્રથમ ઇનિંગની લીડે ચોથી ઇનિંગ હળવી કરી દીધી છે. ભારત તરફથી અક્ષરે 3, અશ્વિન-સિરાઝે 2 અને ઉમેશ યાદવ-ઉનડકટે એક-એક વિકેટ ઝડપી છે.
મહત્વનું છે કે, મીરપુરની પીચ પર ત્રીજી અને ચોથી ઇનિંગમાં બેટ્સમેનોને ટકી રહેવું ખુબ જ મુશ્કેલ છે. રમત આવતીકાલે એટલે કે ચોથા દિવસે જ પતી જશે. ભારતની પકડ આ ટેસ્ટમાં મજબૂત છે. ભારત આ મેચ જીતે તો સિરીઝ અંકે કરી લેશે.
ઉલ્લેખનીય છે કે, નુરુલ હસન (21) રન બનાવીને આઉટ થયો હતો. તે અક્ષરના બોલ પર પંતે સ્ટમ્પિંગ કર્યો હતો. અક્ષરને ત્રીજી સફળતા મળી છે.
આ પહેલા અક્ષરે મેહદી હસન મિરાજને શૂન્ય અને મુશફિકુર રહીમને 9 રન પર આઉટ કર્યો હતો. આ સિવાય ઝાકિર હસન 51, કેપ્ટન શાકિબ અલ હસન 13, મોમિનુલ હક 5 અને નજમુલ હસન શાંતો 5 રન બનાવી શક્યા હતા. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિન અને જયદેવને એક જયારે અક્ષર પટેલને ત્રણ વિકેટ મળી હતી. ભારતનો પ્રથમ દાવ 314 રન પર સમાપ્ત થયો હતો. આ પહેલા બાંગ્લાદેશની ટીમે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે 4-4 વિકેટ લીધી હતી. જ્યારે મેહદી હસન મિરાજ અને તસ્કીન અહેમદને એક-એક વિકેટ મળી હતી.