સ્વયસેવકો અને દર્શનાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત: વિદેશી ભાવિકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે
વિશ્ર્વભરમાં ફરી કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વકરી રહ્યા છે. ભારતમાં ફરી કોરોના હાહાકાર ન મચાવે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર સતર્ક બની ગઇ છે. અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ ખાતે હાલ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા ોદ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. કોરોનાના વધતા જતા સંક્રમણ અંગે સ્વયસેવકો અને ભાવિકો માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેની અમલવારી આગામી સોમવારથી થશે.
વિશ્ર્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલા વિમર્શને લક્ષમાં લઇને જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભકતો-ભાવિકો માટે આગોતરી ગાઇડ લાઇન જાહેર કરાય છે.
જેમાં મહોત્સવની સેવાઓ જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે. મહોત્સવની દર્શન – યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજીયાત છે.
મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું, નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.
શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યકિતએ મહોત્સવમાં ન જ આવવું, મોટી ઉમર અને નાજુક સ્વાસ્થ્ય કે કો-મોબીંગ (હ્રદય રોગ, બીપી, ડાયારીટીસ, કિડની ડીસીઝ વગરે) ધરાવતી વ્યકિતઓએ ભીડમાં આવવાનું ટાળવું, હવે પછી વિદેશથી મહોત્સવમાં આવનાર ભકતોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ લેવી.મહોત્સવ માં ઠેર ઠેર સ્વચ્છ ટોઇલેટ બ્લોકસ રાખવામાં આવ્યા છે. ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઇઝન્ર રાખવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન, ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરુરીયાત નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેકિસનનો કોઇ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લઇ લઇએ.
આગળ ઉપર સરકાર તથા જાહેર સ્વાસ્થય સંસ્થાઓની ગાઇડ લાઇન મુજબ જાહેર જનહિત માટે જે તે સમયે જરુરી પગલા લેવામાં આવશે.