કુલદીપ યાદવને ’ડ્રોપ’ કરાતા સુનિલ ગાવસ્કરે પણ ટિપ્પણી કરી !!!

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મીરપુરમાં રમાઈ રહયો છે. કેએલ રાહુલે ટીમના સ્ટાર સ્પિનર   કુલદીપ યાદવને બીજી મેચમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતીય ટીમના દીગજ ખેલાડી સુનિલ ગાવસ્કર અને ઉમેશ યાદવે નિર્ણયને વાખોળ્યો હતો. અને જણાવ્યું હતું કે, કુલદીપ યાદવ પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ઘ મેચ બન્યો હતો. છતાં ટીમમાં સ્થાન ન મળતા અન્ય ખેલાડીઓમાં રોષ વ્યાપી ગયો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સુકાની કેએલ રાહુલનો એક ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે જેને સહેજ પણ બિરદાવવામાં આવ્યો નથી. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ’મેન ઓફ ધ મેચ’ રહેલા સ્પિન માસ્ટર કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો છે. જેના પર ઘણા લોકો નારાજ થયા હતા. તેમાંથી એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું નામ છે અને ઉમેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી હતી.

રાહુલના નિર્ણય અંગે ગાવસ્કરે કહ્યું, ’મેન ઓફ ધ મેચને પડતો મૂકવો અવિશ્વસનીય છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, આ ઘટના અને આ નિર્ણય  અવિશ્વસનીય છે કે તમે મેન ઓફ ધ મેચ ખેલાડીને ડ્રોપ કરો છો, જેણે 20માંથી આઠ વિકેટ લીધી હોઈ. ટીમ પાસે વધુ બે સ્પિનરો છે. ચોક્કસ તેમાંથી એકને બહાર બેસાડવો યોગ્ય નથી. પરંતુ આજે પિચ જે રીતે દેખાઈ રહી છે તે જોઈને લાગે છે કે આઠ વિકેટ લેનાર બોલરને રમાડવો આવશ્યક છે. ઉમેશ યાદવે પણ જણાવ્યું હતું કે તેમની સાથે પણ આ પ્રકારની ઘટના ઘટી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.