કાલથી 31 ડિસે. દરમિયાન અદભુત અને અનુભૂતિ પ્રદાન ઘ્યાન શિબિર યોજાશે

હિમાલયનો સમર્પણ ઘ્યાન યોગ એટલે 800 વર્ષ પ્રાચીન હિમાલયની ઘ્યાન ગંગાનું સાક્ષાત અવતરણ આ કોઇ યોગાસન કે અન્ય જટિલ પ્રક્રિયા વગર અનુભુતિ પ્રદાન કરનાર સરળ ઘ્યાન પઘ્ધતિ છે. સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીએ હિમાલયમાં કરેલ કઠિન તપસ્યાના ફળસ્વરુપ પ્રાપ્ત કરેલ ગુરુ પ્રસાદરુપી આ ઘ્યાન પઘ્ધતિ વધુને વધુ આત્માઓ સુધી પહોંચે તે માટે વિશ્ર્વભરમાં શિબિરોનું આયોજન થાય છે. એ જ રીતે તા. ર4 ડીસે. થી 31 ડીસે.-2022 ના રોજ સમગ્ર ગુજરાતમાં મેગા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

હિમાલયના યોગી શિવકૃપાનંદ સ્વામીજીની નિ:શુલ્ક વિડીયો શિબિરોનું આયોજન એક સાથે ગુજરાતના દરેક શહેરોમાં કરવામાં આવ્યું છે. એ જ રીતે રાજકોટમાં સ્વ. મીનાબેન કુંડારીયા કોલેજ, ચૌધરી હાઇસ્કુલની બાજુમાં, મણિયાર દેરાસરની સામે સાંજે 6.30 થી 8.30 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. વિશ્ર્વભરમાં અનેક આત્માઓએ આ વિડીયો શિબિરો દ્વારા જ આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરી છે. આઠ દિવસની આ શિબિર મનુષ્યના જીવનનો માર્ગ બદલી નાંખે છે.

ગુરુતત્વ શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંચાલીત વૈશ્ર્વિક મંચ છે જે આ હિમાલયની દિવ્ય અનુભૂતિને લોકો સુધી નિ:શુલ્ક પહોચાડી રહેલ છે. આજે સેંકડો સ્વયસેવીઓ દ્વારા સંચાલીત 10 થી વધારે સમર્પણ આશ્રમ અને લાખો સાધકોની સાહુહિકતા સાથે ગુરુતત્વ વિશ્ર્વના 40 થી અધિક દેશોમાં કાર્યરત છે.

શિબિર બાબત વધુ જાણકારી માટે આપ મો. નં. 97242 01818 અને 99785 77139 પર સંપર્ક કરી શકો છો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.