કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાઇફ બ્લડ સેન્ટરનો સહીયારો પ્રયાસ આયોજકો અબતકના આંગણે
પ્રાગટ્ય યુવા ફાઉન્ડેશન એક બિનસરકારી સંસ્થા છે. જેમાં સંસ્થા, પ્રમુખ જતીનભાઈ તારપરાના નેતૃત્વમાં આરોગ્ય જાગૃતિને લગતા કાર્યક્રમો થી લોકોમાં પોતાના શરીર અને સ્વાસ્થ્ય માટે નવી ચેતનાનું પ્રાગટ્ય થાય એવા પ્રયત્નો કરે છે.
પ્રાગટ્ય યુવા ફાઉન્ડેશનએ મહામારીના સમયે લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે એ માટે અનાજ વિતરણ, સ્વાસ્થ્ય કર્મીઓમાં ઉત્સાહ વધે એ માટે તેઓનું સન્માન, બાળકો માટે ભોજન અને ચપ્પલ વિતરણ, ડાયાબિટીસ એન્ડ બ્લડ પ્રેશર દર્દીઓનું સ્ક્રીનીંગ કેમ્પ, મિટ્ટી બચાવો જેવા કાર્યક્રમો સાથે જોડાયેલ છે.
આજ આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્યને આગળ વધારવા આગામી 25 ડિસેમ્બર 2022 રવિવારે સવારે 8.00 વાગ્યા થી બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર) નું આયોજન કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ માધાપર મોરબી બાયપાસ સ્વામી દયાનંદ સરસ્વતી ટાઉનશિપ નજીક રાજકોટ ખાતે કરવામાં આવનાર છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જતીનભાઇ તારપરાએ જણાવ્યું હતું કે રક્તદાન થકી વિશ્ર્વના કરોડો લોકોને નવજીવન મળી રહ્યું છે. રક્તદાનની આ એકમાત્ર ઉપલબ્ધિ નથી. વિશ્વના અનેક લોકો વિવિધ રોગોથી પીડાય રહ્યા છે. જેમાં તેમને સમયાંતરે અને ચોક્કસ નિર્ધારિત સમયે બહારથી લોહી આપવું પડે તેવી જરૂરિયાત ઊભી થાય છે. આવા તમામ લોકોને રક્ત દાતાઓ દ્વારા દાન કરેલું લોહી નવજીવન આપવા માટે પૂરતું છે. રક્તદાન થકી નવજીવન મેળવેલા પ્રત્યેક વ્યક્તિને લોહી નવજીવન આપે છે. આ સાથે રક્તદાન કરતા પ્રત્યેક વ્યક્તિ લાંબુ દીર્ઘ આયુષ્ય પણ મેળવતા હોય છે. તબીબી વિજ્ઞાનના સંશોધન મુજબ રક્તદાન થકી વણજોઈતા વજનને ઘટાડવા માટે પણ ખૂબ મદદ મળે છે.
રક્તદાન થી થતા ફાયદાઓ અને અન્ય લોકોને નવજીવન આપાવાનો સંતોષ લેવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહે એ માટે પ્રમુખ જતીનભાઈ વલ્લભભાઈ તારપરા, પ્રફુલભાઇ નલિયાપરા તથા મિત્ર મંડળ કૌશિક કપુરિયા ધવલ મોલીયા નિકુંજ રાદડિયા અલ્પેશ જેસડીયા મિલન પીપળીયા હાર્દિક બોધરા કલ્પેશ નસિત ભરત રામાણી ભરત અમીપરા હસમુખ ડોબરીયા યજ્ઞેશ ચોવટીયા, અશોકભાઇ પાંભર, જીતેનભાઇ નડીયાપરા, ધર્મેશભાઇ સગવરીયા, જયેશ વસાણી, કલ્પેશ શિયાણી, હર્ષિલ મોલિયા, મુન્નાભાઇ મેધાણી જહેમત ઉઠાવી રહ્યા છે.