નવા વેરિયન્ટને અટકાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક : સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ, તબીબ, દવાથી સજ્જ
જૂનાગઢનું જિલ્લા વહીવટી તંત્ર કોવિડ-19ના નવા વેરિયન્ટને અટકાવવા માટે સંપૂર્ણ તૈયાર અને સંતર્ક છે. તો બીજી બાજુ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ પણ કોરોના ને ભરીને પી જવા નિષ્ણાંત તબીબો, આરોગ્ય સ્ટાફ, ઑક્સિજન, બેડ, અને દવાના પૂરતા જથ્થા સાથે સજ્જ છે.
ચીન સહિતના દેશોમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે, અને ભારતમાં કોરોના પગપેસારો ના કરે તે માટે સરકાર, તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે અબ તક ની ટીમે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી, ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કોરોના ને મહાત આપવા સક્ષમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અબ તક સાથેની મુલાકાતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આસી. મેડિકલ સુપ્રિ. ડો. તનવી વાણિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઝીરો દર્દી પણ નથી, અને કોઈ પોઝિટિવ કે સસ્પેક્ટ દર્દી પણ નથી.
બીજી બાજુ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અમે પૂરતી રાખેલી છે. 1181 ઓક્સિજન બેડ છે. 383 વેન્ટિલેટર્સ છે ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા છે 20 હજાર લિટર કેપેસિટીની અમારી પાસે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક છે. તેમજ 3 પીએસઆઇ પ્લાન્ટ છે. જેમાંથી બે પ્લાન્ટની 1 હજાર લિટર પર મિનિટ ઓક્સિજનની ક્ષમતા છે અને એકની 500 લીટર પ્રોડ્યુસ કરવાની ક્ષમતા છે. એ સિવાય 186 ઓકસીજન સિલિન્ડર અને 130 ઓકસીજન કોનસિ ટેતર અવેલેબલ છે. અને દવાઓ પણ અત્યારે અમારી પાસે પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે.
અત્યારે હાલમાં અમારી પાસેમારી પાસે 13 ફિઝિશિયન અને 14 એનેસ્થેસ્ટિકની સાથે 34 મેડિકલ ઓફિસર અવેલેબલ છે. અને હાલમાં પૂરતો સ્ટાફ અમારી પાસે છે. એ સિવાય મેડિકલ કોલેજ છે, એમનો પણ અમને ખૂબ ફાયદો પહેલા પણ થયેલો છે એમાં જે ઈન્ટરન્સ હોય છે. જે અમને ખૂબ જ હેલ્પફૂલ થાય છે. અત્યારે પણ એમના માટે પોસ્ટિંગ હોય છે, એમને ટ્રેનિંગ આપી અને અમે જરૂર ના સમયે એમની પણ પૂરતી મદદ લઈએ છીએ
કલેકટરે સમીક્ષા બેઠક યોજી
કલેક્ટર રચિત રાજ એ પણ કોવિડ-19ના નિવારક પગલાં અને સાવચેતી માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સહિત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લામાં કોવિડ-19ના નવા વેરિયન્ટના ફેલાવાને રોકવા માટે મહત્તમ જરૂરી સાવચેતી અને નિવારક પગલાં લેવા માટેની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર દ્વારા કોવિડ 19 સંબંધિત સલામતી અને સાવચેતી સુનિશ્ચિત કરવા તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અને જો ચેક-અપમાં કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. જિલ્લામાં કોવિડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને નોન-ઓક્સીજીન બેડ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સારી રીતે કામ કરી રહ્યા હોવા અને ઉપયોગ માટે તૈયાર છે. તે બાબતે પણ જાણકારી મેળવવામાં આવી હતી.
આ સાથે જિલ્લામાં રસીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી, તમામ ઝઇંઘ, ખઘ ને સુનિશ્ચિત કરવા સૂચના આપી કે કોઈ પણ નાગરિક રસીકરણના ત્રીજા ડોઝ વંચિત ન રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પરીક્ષણ પછી તંત્ર જીનોમ સિક્વન્સિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અસરગ્રસ્ત દર્દીઓને અલગ કરવા માટે પણ તૈયાર છે. જરૂરિયાત જણાય તો રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રીનીંગ શરૂ કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.આમ, જિલ્લામાં નવા કોવિડ વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર અને સતર્ક છે. આરોગ્ય ટીમ પણ યોગ્ય માળખાકીય સુવિધાઓ અને યોજનાબદ્ધ રીતે આત્મવિશ્વાસ સાથે કામ કરવા માટે સક્રિય છે. જિલ્લા વહીવટી તંત્ર કોવિડ મેનેજમેન્ટ માટે એસઓપી પર પહેલેથી જ કામ કર્યું છે. ઉપરાંત હોસ્પિટલો પણ સ્ટેન્ડ-બાય ડોકટરોની ટીમ સાથે તૈયાર રાખવામાં આવી છે.