સ્થાનિક સ્પર્ધા, ઓછું માર્જિન, બિઝનેસ મોડલ સહિતના અનેક પરિબળોને ધ્યાને લેતા વિદેશી કંપનીઓ ભારત ઓપરેશન છોડી રહી છે !!!
એક તરફ ભારત દેશ અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે અથાગ મહેનત અને પ્રયત્ન કરી રહ્યું છે અને એ તમામ પ્રકારની નીતિઓનું પણ ગઠન કરે છે જેથી ઉદ્યોગોને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે. છેલ્લા એક દશકાની વાત કરવામાં આવે તો ખૂબ મોટી વિદેશી કંપનીઓ કે જે ભારતમાં પોતાનો વ્યવસાય ઉભો કર્યો હતો તે કંપનીઓ હવે ધીમે ધીમે ભારતમાંથી રજા લઈ રહી છે.
સિલસિલો યથાવત ચાલતો રહ્યો હતો દેશની અર્થવ્યવસ્થાને ઘણી અસર પણ પહોંચશે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આ કંપનીઓ શું કામ ભારત છોડી રહી છે. પુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેવા સ્પષ્ટ છે કે હાલ વિદેશની સરખામણીમાં જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારત દેશમાં આંતરિક સ્પર્ધા નું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે એટલું જ નહીં નફા માટે જે માર્જિન મળવું જોઈએ તે પણ વિદેશની સરખામણીમાં ભારતમાં ઓછું છે. બીજી તરફ નવા બિઝનેસ મોડલ આવવાથી વિદેશી કંપનીઓ કે જે ભારતમાં સ્થાયી થયેલી હતી તેમને ઘણી માંથી અસરનો સામનો પણ કરવો પડે છે ત્યારે આ તમામ કારણોસર વિદેશી કંપનીઓ ભારતમાંથી રજા લઈ રહી છે. જર્મન કંપની મેટ્રોનો પણ સમાવેશ થયો છે.
હાલ મેટ્રો એ પોતાનું ઇન્ડિયા ઓપરેશન રિલાયન્સને સોંપી દીધું છે. એક તરફ સરકાર મેક ઇન ઇન્ડિયા ને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને આત્મા નેટ પર ભારત બનાવવા તરફનું પ્રયાણ પણ હાથ ધર્યું છે પરંતુ સામે વિદેશી કંપનીઓ ભારતમાંથી જે રીતે રજા લઈ રહી છે તે ઘણાખરા અંશે યોગ્ય નથી અને સરકારે આ વાતની ગંભીરતાને પણ ધ્યાને લેવી જરૂરી છે. બીટુબી સેગમેન્ટમાં વિદેશી કંપનીઓનું માનવું છે કે ભારતમાં બીટુ બી વ્યવસાય માં ઓછું માર્જિન છે જેથી આ વિદેશી કંપનીઓ ભારતમાંથી રજા લઈ રહી છે એટલું જ નહીં વિવિધ ક્ષેત્રમાં સતત બદલાવ આવવાના કારણે જે વળતર કંપનીઓને મળવું જોઈએ તે પણ મળી શકતું નથી.
બીજી તરફ સર્વિસ અને સિમેન્ટ ક્ષેત્રમાં જ્યારે વિદેશી કંપનીઓએ સ્થાનિક કંપનીઓ સાથે ગઠબંધન અથવા તો ભાગીદારી કરી છે તે સમયથી સ્થાનિક કંપનીઓનું વર્ચસ્વ પણ ખૂબ વધ્યું છે પરિણામે જે વિદેશી કંપનીઓ છે તે ધીમે ધીમે ભારત છોડી રહ્યું છે.